Sanitation Complaints : ગુજરાતને સ્વચ્છ બનાવવા સરકારનો મેગા પ્લાન, હવે કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ, 24 કલાકમાં ફરિયાદોનું નિરાકરણ આવશે

Sanitation Complaints : ગુજરાતનાં શહેરોને સ્વચ્છ અને સુંદર બનાવવા રાજ્ય સરકારે સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપ્યો છે.
Vivek Shah
Vivek Shah
Sanitation Complaints ગુજરાતમાં કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ અમલીSanitation Complaints ગુજરાતમાં કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ અમલી

Sanitation Complaints ગુજરાતમાં કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ અમલી

Sanitation Complaints : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે ચાર પ્રકારનો કચરો અલગ આપવો પડશે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 અંતર્ગત નાગરિકોએ ઘરેથી જ કચરાનું ચાર પ્રકારમાં વર્ગીકરણ કરવાનું રહેશે.

તેમાં ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને ખાસ કાળજીવાળો કચરો સામેલ છે. આ તમામ પ્રકારનો કચરો અલગ-અલગ કરીને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપવાનો રહેશે. સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત'ના સંકલ્પ સાથે શહેરી વિસ્તારોમાં હવે કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ, 100 ટકા ડોર-ટુ-ડોર કલેક્શન અને નાગરિકોની ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર શહેરોને મળશે એવોર્ડ

સરકાર દ્વારા નાગરિકોને જાહેરમાં કચરો ન ફેંકવા અને કચરો ન સળગાવવા પણ અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા માત્ર સરકારની નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મોટા સંકુલો માટે ખાસ નિયમો 1 એપ્રિલ, 2026થી અમલી બનેલા નવા નિયમો મુજબ ઘરે ઘરેથી 100 ટકા કચરાનું કલેક્શન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત 20 હજાર ચોરસ મીટર અથવા તેથી વધુ બિલ્ટ-અપ વિસ્તાર ધરાવતા, દરરોજ 40 હજાર લિટર કે તેથી વધુ પાણીનો ઉપયોગ કરતા અથવા દરરોજ 100 કિલોગ્રામ કે તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન કરતા સંકુલો, હોટેલ, સંસ્થાઓ અને અન્ય એકમોને બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) તરીકે આવરી લેવામાં આવ્યા છે. આવા એકમોએ સ્થળ પર જ ભીના કચરાનું પ્રોસેસિંગ કરવાનું અને સૂકા કચરાનો અધિકૃત એજન્સી મારફતે નિકાલ કરવાનો રહેશે.

સ્વચ્છતા ફરિયાદ માટે WhatsApp હેલ્પલાઇન

નાગરિકોની સુવિધા માટે રાજ્યમાં WhatsApp હેલ્પલાઇન નંબર 76228 80000 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર દ્વારા નાગરિકો સ્વચ્છતા સંબંધિત ફરિયાદ નોંધાવી શકશે. સરકારના જણાવ્યા અનુસાર, ફરિયાદોનું 24 કલાકમાં નિરાકરણ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 99 ટકા સ્વચ્છતા ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

'મારું શહેર, સ્વચ્છ શહેર એવોર્ડ' અંતર્ગત સ્વચ્છતા ક્ષેત્રે સારી કામગીરી કરનાર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અભિયાનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને 'લીડ ફેસિલિટેટર' તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ સેલની રચના કરીને અમલીકરણ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્વચ્છતા કર્મચારીઓને તાલીમ આપવા માટે રાજ્ય અને પ્રાદેશિક સ્તરે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શાળા-કોલેજથી સોસાયટી સુધી જાગૃતિ અભિયાન

રાજ્યભરમાં શાળાઓ, કોલેજો, રહેણાંક સોસાયટીઓ, ફ્લેટ્સ અને વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાના સંકલ્પપત્ર ભરાવવામાં આવી રહ્યાં છે. સફાઈ કામદારો, ડોર-ટુ-ડોર વાહનચાલકો, સુપરવાઇઝરો અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને પણ આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે.

આ ઉપરાંત વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં સ્વચ્છતા માર્શલ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બુક પણ આપવામાં આવી છે, જેથી સ્વચ્છતાની ટેવોને રોજિંદા જીવનમાં અમલમાં મૂકી શકાય. સરકારનો ઉદ્દેશ માત્ર શહેરોની સફાઈ પૂરતો મર્યાદિત નથી, પરંતુ નાગરિકોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે કાયમી જાગૃતિ લાવવાનો છે. હવે 'આપણો કચરો, આપણી જવાબદારી'ના સંકલ્પ સાથે ગુજરાતને સ્વચ્છ બનાવવામાં નાગરિકોની ભાગીદારી નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચો : Sabarmati Riverfront : અમદાવાદને મળશે રિવરફ્રન્ટનું નવું નજરાણું, 40 કિમી લાંબો બનશે સાબરમતી રિવરફ્રન્ટ, CMએ કરી સમીક્ષા