Surat News: ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, બે કલાકથી વધુ સમયથી ટ્રાફિકજામ

Surat News: સુરત શહેરમાં ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ONGC કંપની નજીક બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યોઅન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

Surat News: સુરત શહેરમાં ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ONGC કંપની નજીક બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ટેન્કરમાં મોનો ગ્લાયકોલ નામનું કેમિકલ ભરેલું હોવાથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ

મળતી માહિતી અનુસાર, કેમિકલ ભરેલું ટેન્કર ONGC બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક ટેન્કર પલટી મારી જતાં રસ્તા પર આડું પડ્યું હતું. ટેન્કરમાં મોનો ગ્લાયકોલ નામનું કેમિકલ લોડ કરવામાં આવ્યું હતું. ટેન્કર પલટી જતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કેમિકલ ભરેલું ટેન્કર હોવાથી જરૂરી તકેદારી સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, રસ્તા પર પલટી ગયેલા ટેન્કરને હટાવવાની કામગીરી માટે તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

ટ્રેલરની મદદથી ટેન્કરને હટાવવાની તૈયારી હાથ ધરવામાં આવી

જોકે, ઘટનાને બે કલાકથી વધુનો સમય વીતી જવા છતાં ટેન્કરને રસ્તા પરથી હટાવી શકાયું નહોતું. ટેન્કરને સીધું કરી સુરક્ષિત રીતે દૂર કરવા માટે ખાસ ટ્રેલર મગાવવામાં આવ્યું હતું. ટ્રેલરની મદદથી ટેન્કરને હટાવવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ONGC બ્રિજ નજીકના માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટેન્કર રસ્તા પરથી દૂર ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા જાળવવી તંત્ર માટે પડકારરૂપ બની હતી.

કેમિકલ ભરેલા ટેન્કરની પલટીની ઘટનાને પગલે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તંત્ર સતર્ક બન્યું હતું. હવે ટેન્કરને સુરક્ષિત રીતે હટાવ્યા બાદ જ આ માર્ગ પર વાહનવ્યવહાર સામાન્ય બનવાની શક્યતા છે.

આ પણ વાંચો: Kutch News: ખાણ-ખનિજ વિભાગનો મોટો સપાટો! રોયલ્ટી પાસ કરતાં વધુ માટીનું વહન કરતા 6 વાહન ઝડપાયા