Surat Fire: ડીંડોલીમાં હરિદ્વાર સોસાયટીના મકાનમાં ભીષણ આગ, વૃદ્ધ મહિલાનું કરાયું રેસ્ક્યૂ

Surat Fire: સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
ડીંડોલીમાં મકાનમાં લાગી ભીષણ આગડીંડોલીમાં મકાનમાં લાગી ભીષણ આગ

ડીંડોલીમાં મકાનમાં લાગી ભીષણ આગ

Surat Fire: સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો.

આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી

ઘરમાં આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મચારીઓએ સમયસર કામગીરી કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગની ઘટનામાં મકાનના ઉપરના માળે રહેલી એક વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાના સમયે ઘરમાં રહેલા સામાનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિવારને ભારે આર્થિક નુકસાન થયું

મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન આગની લપેટમાં આવી બળી ગયો હતો. જેના કારણે પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે. આગની ઘટનાને પગલે પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ડીંડોલીની હરિદ્વાર સોસાયટીમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Girnar Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમાનો બીજો દિવસ, 'જય ગિરનારી'ના નાદ સાથે 36 કિમીના જંગલ માર્ગે આગળ વધી રહ્યા શ્રદ્ધાળુઓ