Get News Alerts

Never miss breaking news updates.

Surat : કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સાસણગીરથી કરાઈ ધરપકડ

Surat : સુરતમાં ખંડણી અને આઈટી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને પુણા પોલીસે ઝડપી પાડી છે.
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 08:07 PM IST
Surat : કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સાસણગીરથી કરાઈ ધરપકડSurat : કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સાસણગીરથી કરાઈ ધરપકડ

Surat

Surat : સુરતમાં ખંડણી અને આઈટી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને પુણા પોલીસે ઝડપી પાડી છે. કીર્તિ પટેલની સાથીદાર તરીકે ઓળખાતી નયના બારૈયાની સુરત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ તપાસ અને લોકેશન ટ્રેસિંગના આધારે સાસણગીરથી ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને સુરત લાવવામાં આવી છે, જ્યાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આઈટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો

મળતી માહિતી અનુસાર, સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નયના બારૈયા વિરુદ્ધ ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી ફરાર હતી. આરોપીને ઝડપી પાડવા માટે સુરત પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને લોકેશન ટ્રેસિંગની મદદથી તેની હાજરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ ટીમે કાર્યવાહી કરીને સાસણગીર ખાતેથી તેને ઝડપી પાડી હતી.

એટ્રોસિટી સહિત કુલ છ ગુનાઓ નોંધાયેલા

33 વર્ષીય નયના બારૈયા મૂળ ભાવનગર જિલ્લાના સિહોર પંથકની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે અગાઉ પણ વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભાવનગર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ છ ગુનાઓ નોંધાયેલા છે. નયના બારૈયા અગાઉ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી, પરંતુ હાલમાં તે સસ્પેન્ડેડ છે. કીર્તિ પટેલ સાથેના તેના સંબંધોને કારણે પણ આ કેસ ચર્ચામાં રહ્યો છે.

લાંબા સમયથી ફરાર રહેલી આરોપીની ધરપકડને સુરત પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે. હાલમાં પુણા પોલીસે આરોપી નયના બારૈયાને સુરત લાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં તેની ભૂમિકા, ખંડણીના આરોપો અને આઈટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે.

આ પણ વાંચો : સુરતના ડીંડોલી છઠ પૂજા તળાવમાં દોઢ મહિના પહેલાંથી બુકિંગ શરૂ, લોકોએ નામ લખી જગ્યા રોકી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.