Get News Alerts

Never miss breaking news updates.

સુરતના ડીંડોલી છઠ પૂજા તળાવમાં દોઢ મહિના પહેલાંથી બુકિંગ શરૂ, લોકોએ નામ લખી જગ્યા રોકી

Surat Dindoli Chhath Puja: સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા છઠ પૂજા તળાવમાં દિવાળી બાદ ઉજવાતા છઠ પૂજા પર્વની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. તહેવારને હજુ સમય હોવા છતાં શ્રદ્ધાળુઓએ...
R Gajjar
R GajjarUpdated on: 04 Oct 2026 07:22 PM IST
સુરતના ડીંડોલી છઠ પૂજા તળાવમાં દોઢ મહિના પહેલાંથી બુકિંગ શરૂ, લોકોએ નામ લખી જગ્યા રોકીસુરતના ડીંડોલી છઠ પૂજા તળાવમાં દોઢ મહિના પહેલાંથી બુકિંગ શરૂ, લોકોએ નામ લખી જગ્યા રોકી

Surat Dindoli Chhath Puja

Surat Dindoli Chhath Puja: સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા છઠ પૂજા તળાવમાં દિવાળી બાદ ઉજવાતા છઠ પૂજા પર્વની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. તહેવારને હજુ સમય હોવા છતાં શ્રદ્ધાળુઓએ પૂજા માટે અનુકૂળ જગ્યા રોકવાની શરૂઆત કરી દીધી છે. આશરે દોઢ મહિના પહેલાંથી જ લોકો તળાવની આસપાસ પોતાનાં નામ લખીને જગ્યા બુક કરી રહ્યા છે. તળાવની ફરતે આવેલી અનેક જગ્યાઓ પર લોકો પોતાનું નામ, મોબાઇલ નંબર અને વર્ષ લખી રહ્યા છે. કેટલીક જગ્યાએ દોરીઓ બાંધીને પણ જગ્યા નિશ્ચિત કરવામાં આવી છે. તળાવના મોટાભાગના વિસ્તારોમાં આ રીતે નામ લખેલાં જોવા મળી રહ્યાં છે.

છેલ્લાં પાંચ વર્ષથી છઠ પૂજા માટે જગ્યા રોકવાની આ રીત ચાલતી આવી છે. સુરતના ડીંડોલી છઠ પૂજા તળાવ ખાતે દર વર્ષે 50 હજારથી વધુ લોકો એકત્ર થઈને પૂજા-અર્ચના કરતા હોવાનું જણાવવામાં આવે છે. સુરતમાં તાપી નદીના કિનારે આવેલા કોઝવે, નાવડી ઓવારા તેમજ વિવિધ તળાવોમાં પણ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. તહેવાર પહેલાં જ શરૂ થયેલી આ તૈયારીઓ છઠ પૂજા પ્રત્યે શ્રદ્ધાળુઓના ઉત્સાહને દર્શાવે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]