Get News Alerts

Never miss breaking news updates.

Surat : ડીંડોલી વિસ્તારમાં અફીણના વેચાણનો પર્દાફાશ, 3 શખ્સ ઝડપાયા

Surat : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ડીંડોલી વિસ્તારમાં અફીણનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 01:20 PM IST
Surat : ડીંડોલી વિસ્તારમાં અફીણના વેચાણનો પર્દાફાશ, 3 શખ્સ ઝડપાયાSurat : ડીંડોલી વિસ્તારમાં અફીણના વેચાણનો પર્દાફાશ, 3 શખ્સ ઝડપાયા

Surat

Surat : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ડીંડોલી વિસ્તારમાં અફીણનું વેચાણ કરતા ત્રણ શખ્સોને SOG પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે દરોડો પાડી ભેરારામ બિશનોઈ, મહેન્દ્ર રાજપૂત અને રુગારામ જાટ નામના ત્રણ આરોપીઓને અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

1 કિલો 688 ગ્રામ અફીણ મળી આવ્યું

પોલીસના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 1 કિલો 688 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા અફીણની અંદાજિત કિંમત રૂ. 8,44,000 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વજનકાંટો સહિત અન્ય સામગ્રી પણ મળી આવી હતી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂપિયા 12,71,500 હોવાનું જણાવવામાં આવ્યું છે. SOGની પ્રાથમિક તપાસમાં પકડાયેલા મુખ્ય આરોપી ભેરારામ બિશ્નોઈ સામે અગાઉ પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2021માં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો.

સમગ્ર નેટવર્ક અંગે તપાસ શરૂ

પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ અફીણનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોને વેચવાના હતા અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત SOGની આ કાર્યવાહીમાં મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપાતા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે પોલીસની વધુ તપાસમાં અફીણના સપ્લાય અને વેચાણની ચેઈન અંગે શું વિગતો સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : Amreli : સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન, ગ્રામજનોએ ખનીજ અધિકારી સમક્ષ રામ ધૂન બોલાવી કર્યો વિરોધ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.