Surat : હાથ બાંધી ગળું દબાવી યુવતીની કરાઈ હત્યા, માતા-પિતા બહાર ગયા તે દરમિયાન બની ઘટના


Surat
Surat : હાથ બાંધી ગળું દબાવી યુવતીની કરાઈ હત્યા, માતા-પિતા બહાર ગયા તે દરમિયાન બની ઘટના


Surat
Surat : પ્રાથમિક તપાસમાં યુવતીના હાથ બાંધી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઘટના સમયે યુવતીના માતા-પિતા બહારગામ ગયા હતા અને નિધિ પટેલ ઘરે એકલી હતી.
દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કરી યુવતી પર હુમલો કર્યો હોવાની પ્રાથમિક આશંકા છે. બાદમાં યુવતીની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લૂંટ વીથ મર્ડરની ઘટના બની!
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં યુવતીના ઘરે એકત્ર થયા હતા. ઘરની અંદર તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ઘરની આ સ્થિતિને જોતા પ્રાથમિક તબક્કે લૂંટ બાદ હત્યા કરવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, લૂંટ થઈ છે કે નહીં અને હત્યાનું ચોક્કસ કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. યુવતીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર મામલાની જાણ માંડવી પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
ગળું દબાવી હત્યા કરાઈ!
પ્રાથમિક તપાસમાં યુવતીના હાથ બાંધવામાં આવ્યા હોવાના અને ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાના સંકેતો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હત્યાની ચોક્કસ રીત અને ઘટનાક્રમ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા વધુ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
માંડવી પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. યુવતીના પરિવારજનો, પાડોશીઓ અને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના સમયે યુવતીના ઘરે કોણ આવ્યું હતું અને ઘરમાં પ્રવેશવાના કોઈ નિશાન હતા કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ શોધવા તેમજ સંડોવાયેલા આરોપી સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. લૂંટ વિથ મર્ડરની આશંકા પણ તપાસના દાયરામાં રાખવામાં આવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાએ ગોડાવાડી ગામ સહિત માંડવી વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. યુવતીની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગેનું રહસ્ય ઉકેલવા પોલીસ દ્વારા તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : World : ગિનીમાં કાળમુખો અકસ્માત, કોનાક્રીમાં ભૂસ્ખલન થતા 30 ના મોત




