World : ગિનીમાં કાળમુખો અકસ્માત, કોનાક્રીમાં ભૂસ્ખલન થતા 30 ના મોત



World
World : ગિનીમાં કાળમુખો અકસ્માત, કોનાક્રીમાં ભૂસ્ખલન થતા 30 ના મોત



World
World : રવિવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. સતત પડેલા વરસાદના કારણે કચરાના વિશાળ ઢગલામાં તિરાડ પડી હતી. થોડા જ સમયમાં કચરાનો આ પહાડ જોરદાર અવાજ સાથે તૂટી પડ્યો હતો.
કચરો, કાટમાળ અને માટીનો વિશાળ પ્રવાહ આસપાસના વિસ્તારમાં ધસી આવ્યો હતો અને નજીક આવેલા ઝૂંપડાં તથા કામચલાઉ મકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા
અકસ્મિક રીતે બનેલી આ ઘટનામાં અનેક લોકોને બચવાનો સમય પણ મળ્યો નહોતો. લોકો કાટમાળ અને કચરાના ઢગલા નીચે જીવતા દટાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને કટોકટી સેવાઓ સક્રિય થઈ ગઈ હતી.
નાગરિક સંરક્ષણ ટીમો, બચાવકર્મીઓ અને અન્ય ઇમરજન્સી સેવાઓને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બચાવકર્મીઓએ ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. લાંબા સમય સુધી ચાલેલી શોધ અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 22 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ કાટમાળમાંથી અનેક ઘાયલોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બચાવ કામગીરી પડકારજનક બની
ઘટનાસ્થળે હજુ પણ મોટા પ્રમાણમાં કચરો અને કાટમાળ હોવાથી બચાવ કામગીરી પડકારજનક બની છે. વધુ લોકો દટાયા હોવાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું છે. ભારે મશીનરી અને બચાવ ટીમોની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. આ દુર્ઘટનાએ ગિનીમાં કચરાના વ્યવસ્થાપન અને ડમ્પિંગ યાર્ડની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ગરીબ અને કામચલાઉ વસાહતો નજીક આવેલા કચરાના ઢગલાઓથી રહેવાસીઓ માટે ઊભા થતા જોખમ અંગે પણ ચિંતા વધી છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સાથે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





