Get News Alerts

Never miss breaking news updates.

Surat : LPG ગેસના ગેરકાયદેસર રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 9 આરોપીઓ ઝડપાયા

Surat : ભેસાણ-હજીરા હાઈવે રોડ પર રિલાયન્સ ગોડાઉનના પાર્કિંગમાં ગેસની ગેરકાયદેસર રીફિલિંગ થતી હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 06:58 PM IST
Surat : LPG ગેસના ગેરકાયદેસર રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 9 આરોપીઓ ઝડપાયાSurat : LPG ગેસના ગેરકાયદેસર રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 9 આરોપીઓ ઝડપાયા

Surat

Surat : સુરતના પાલ પોલીસ સ્ટેશને ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે LPG ગેસ રીફિલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભેસાણ-હજીરા હાઈવે રોડ પર રિલાયન્સ ગોડાઉનના પાર્કિંગમાં ગેસની ગેરકાયદેસર રીફિલિંગ થતી હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ટાટા કંપનીનું LPG ગેસ ટેન્કર કરાયું જપ્ત

પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી પવનસિંગ ગુજ્જરનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ તે HPCL હજીરા ખાતે નોકરી કરે છે અને ઈચ્છાપોરમાં રહે છે. જ્યારે સુરેશ બોરીવાલા ગેસના બાટલાની ડિલિવરીનું કામ કરે છે અને સચિનમાં રહે છે. મહેશ જંજવાડિયા જૂના રિલાયન્સ ગોડાઉનમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે.

આ ઉપરાંત પંકજસિંગ ઠાકુર, સુભાષસિંગ અને દેવાસિંગ ગેસ સંબંધિત કામ કરતા હોવાનું સામે આવ્યું છે. વિશાલ ભાભોર અને લક્ષ્મણસિંગ રાવત ડ્રાઇવિંગનું કામ કરે છે, જ્યારે દીપક ભાભોર મજૂરીકામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹56.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આશરે ₹18 લાખની કિંમતનું ટાટા કંપનીનું LPG ગેસ ટેન્કર, ₹21 લાખની મહિન્દ્રા XUV 7XO કાર, ₹8 લાખની કોસ્મો ડાર્ક રંગની ફોર વ્હીલર અને ₹7 લાખની મહિન્દ્રા બોલેરો પિકઅપનો સમાવેશ થાય છે.

84 ભરેલા ગેસ સિલિન્ડર કબ્જે કરાયા

આ ઉપરાંત પોલીસે ₹1.26 લાખની કિંમતના 84 ભરેલા ગેસ સિલિન્ડર, ₹4 હજારની કિંમતના 4 ખાલી ગેસ સિલિન્ડર, ગેસ રીફિલિંગ માટેના 3 વાયર અને ₹7,240 રોકડ રકમ જપ્ત કરી છે. આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 8 મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં BNS, આવશ્યક ચીજવસ્તુ ધારો અને LPG રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર ગેસ રીફિલિંગ પાછળ વધુ કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Vadodara : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું કર્યું લોકાર્પણ, નાની બાળકી સાથે કરી વાતચીત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.