Get News Alerts

Never miss breaking news updates.

Surat : GUCCI FLORA કંપનીના ડુપ્લીકેટ પરફ્યુમ ઝડપાયા, 45,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

Surat : નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના લસકાણા વિસ્તારમાંથી GUCCI FLORA કંપનીના નામે વેચવામાં આવતા ડુપ્લીકેટ પરફ્યુમનો જથ્થો ઝડપાયો છે.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 12:19 PM IST
Surat : GUCCI FLORA કંપનીના ડુપ્લીકેટ પરફ્યુમ ઝડપાયા, 45,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્તSurat : GUCCI FLORA કંપનીના ડુપ્લીકેટ પરફ્યુમ ઝડપાયા, 45,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

Surat

Surat : નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના લસકાણા વિસ્તારમાંથી GUCCI FLORA કંપનીના નામે વેચવામાં આવતા ડુપ્લીકેટ પરફ્યુમનો જથ્થો ઝડપાયો છે. લસકાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ડુપ્લીકેટ પરફ્યુમ સાથે સંદીપ બેલડીયાને ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે રૂપિયા 45,990ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે બિઝનેસ કોમ્પ્લેક્સમાં દરોડો

મળતી માહિતી મુજબ, લસકાણા પોલીસને GUCCI FLORA કંપનીના નામે ડુપ્લીકેટ પરફ્યુમનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે લસકાણા વિસ્તારમાં આવેલા સ્કાઈવ્યૂ બિઝનેસ હોરાઈઝન કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને ડુપ્લીકેટ પરફ્યુમનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પરફ્યુમનો જથ્થો કબજે કરીને સંદીપ બેલડીયાને ઝડપી પાડ્યો હતો. જપ્ત કરવામાં આવેલા પરફ્યુમની કિંમત રૂપિયા 45,990 હોવાનું જાણવા મળ્યું છે.

કંપનીના સ્ટીકર લગાવી વેચાણ કરતો હોવાનો આક્ષેપ

પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી છેલ્લા ઘણા સમયથી GUCCI FLORA કંપનીના સ્ટીકર લગાવીને પરફ્યુમનું વેચાણ કરતો હોવાનો આક્ષેપ છે. કંપનીના નામ અને ઓળખનો ઉપયોગ કરીને ગ્રાહકોને ડુપ્લીકેટ પરફ્યુમ વેચવામાં આવતા હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસની વધુ તપાસ શરૂ

લસકાણા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ જપ્ત કરાયેલા પરફ્યુમ અંગે વધુ તપાસ શરૂ કરી છે. ડુપ્લીકેટ પરફ્યુમ ક્યાંથી લાવવામાં આવતા હતા, તેનું ઉત્પાદન ક્યાં થતું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પ્રોડક્ટ્સનું વેચાણ થતું હોવાના આક્ષેપને પગલે પોલીસ હવે આ કેસમાં અન્ય કડીઓ શોધવા સક્રિય બની છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો : Navsari : જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ તૂટી પડતાં 8 લોકો ઈજાગ્રસ્ત, બે મહિલાઓને ગંભીર ઈજા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.