Surat Murder Case: ભેસ્તાન હત્યા કેસમાં રાહુલ મંડલ ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી

Surat Murder Case: સંગઠિત ગુનાખોરીને અંકુશમાં લેવા માટે ગેંગના સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) કાયદાની કલમો ઉમેરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 29 Oct 2026 08:51 PM IST
Surat Murder Case: ભેસ્તાન હત્યા કેસમાં રાહુલ મંડલ ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહીSurat Murder Case: ભેસ્તાન હત્યા કેસમાં રાહુલ મંડલ ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી

Surat Murder Case

Surat Murder Case: સુરતના ભેસ્તાન વિસ્તારમાં થયેલા સતીશ ઘાડગે હત્યા કેસમાં પોલીસે રાહુલ મંડલ ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. સંગઠિત ગુનાખોરીને અંકુશમાં લેવા માટે ગેંગના સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) કાયદાની કલમો ઉમેરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરની મંજૂરી બાદ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગેંગના કુલ 12 સભ્યોની સંડોવણી

મળતી માહિતી મુજબ, ભેસ્તાન વિસ્તારમાં જૂની અદાવતને લઈને સતીશ ઘાડગે પર ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ હુમલામાં સતીશ ઘાડગેની હત્યા થઈ હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસને રાહુલ મંડલ ગેંગના સભ્યોની સંડોવણી હોવાની વિગતો મળી હતી. પોલીસ તપાસમાં ગેંગના કુલ 12 સભ્યોની સંડોવણી સામે આવી હોવાનું જણાવાયું છે. તેમાંથી 10 આરોપીઓની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી છે, જ્યારે સત્યભાનસિંહ અને અંકુર પાંડે નામના બે આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આર્મ્સ એક્ટ સહિતના કુલ 17 ગુનાઓને આધારે GUJCTOC હેઠળ કાર્યવાહી

પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગ સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી અને આર્મ્સ એક્ટ સહિતના કુલ 17 ગુનાઓને આધારે GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ મંડલ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું અને તેની સામે ત્રણ વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. GUJCTOC કાયદો સંગઠિત ગુનાખોરી અને ગુનાહિત ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે લાગુ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ કાર્યવાહી થતાં કેસની તપાસ વધુ વ્યાપક રીતે હાથ ધરવામાં આવી શકે છે.

સુરત પોલીસની આ કાર્યવાહીનો હેતુ સંગઠિત ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો છે. હાલ કેસની વધુ તપાસ ચાલુ છે અને ફરાર આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Anand News: 2 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી રૂપિયા 49 લાખ રોકડા મળ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.