Ahmedabad Robbery Case: GST અધિકારી બની રૂપિયા 28 લાખની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પ્રીતમ ગોહિલ ઝડપાયો


Ahmedabad Robbery Case
Ahmedabad Robbery Case: GST અધિકારી બની રૂપિયા 28 લાખની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પ્રીતમ ગોહિલ ઝડપાયો


Ahmedabad Robbery Case
Ahmedabad Robbery Case: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કેતનભાઈ પારેખ પાસેથી રૂપિયા 28 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. GST અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને લૂંટ ચલાવવાના આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી પ્રીતમ કૈલાશનારાયણ ગોહિલની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગત 21 તારીખે ઓઢવ વિસ્તારમાં કેતનભાઈ પારેખ પાસેથી રૂપિયા 28 લાખની લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓએ GST અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પીડિતને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તેમને સ્વિફ્ટ કારમાં બેસાડી લૂંટ ચલાવી હોવાની વિગતો સામે આવી છે.
મકાન ખરીદવા માટે ઘડ્યું લૂંટનું કાવતરું
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મુખ્ય આરોપી પ્રીતમ ગોહિલને મકાન ખરીદવા માટે નાણાંની જરૂર હતી. આથી તેણે પોતાના મિત્રો સાથે મળીને લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે. આરોપીના મિત્રો વિશ્વાજિત ગોસ્વામી અને મહિપાલે બેન્કમાંથી નાણાં ઉપાડવામાં આવનાર હોવાની બાતમી આપી હતી. આ માહિતીના આધારે લૂંટને અંજામ આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
મુખ્ય આરોપી પ્રીતમ ગોહિલ અગાઉ પણ લૂંટ, હત્યા, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી લૂંટમાં અન્ય કોણ-કોણ સામેલ હતું અને લૂંટની રકમ ક્યાં છે તે અંગે વિગતો મેળવી શકાય. હાલમાં પોલીસે મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ, કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો તપાસ કરી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.





