Get News Alerts

Never miss breaking news updates.

Surat : મોટા વરાછા વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે માર મારવાનો આરોપ, 3 વ્યાજખોરોની ધરપકડ

Surat : માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ઘટનાને લઈને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 05:26 PM IST
Surat : મોટા વરાછા વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે માર મારવાનો આરોપ, 3 વ્યાજખોરોની ધરપકડSurat : મોટા વરાછા વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે માર મારવાનો આરોપ, 3 વ્યાજખોરોની ધરપકડ

Surat

Surat : મોટા વરાછા વિસ્તારમાં ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ઘટનાને લઈને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી

મળતી માહિતી મુજબ, ઉતરાણ વિસ્તારમાં રહેતા જમીન દલાલ કેતનભાઈ વાઘાણીએ તારક કોશિયા પાસેથી રૂ. 3 લાખ ઉછીના લીધા હતા. તેમાંથી રૂ. 1.50 લાખ ચૂકવી દીધા હોવાનું અને બાકીની રકમ ચૂકવવા માટે સમય માગ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન બાકી રહેલી રકમની પતાવટ મામલે કેતનભાઈને મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, ઓફિસમાં હાજર ત્રણ શખ્સોએ કેતનભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ તેમને માર માર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં એક વ્યક્તિને માર મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાવ અંગે ભોગ બનનાર કેતનભાઈ વાઘાણીએ તારક કોશિયા અને તેના સાગરીતો વિરુદ્ધ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વ્યાજખોરીના આરોપી મૌલિક ચૌહાણ, માનવ કોશિયા અને તારક કોશિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા હવે મારામારી પાછળના સમગ્ર કારણો, ઉછીના નાણાંની લેવડદેવડ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rajkot ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂતો સાથે છેતરપિંડી કરતા બે કોલ સેન્ટર ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.