Sabarkantha : હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે નગરપાલિકાની કાર્યવાહી, 275 કિલો પ્લાસ્ટિક જપ્ત


Sabarkantha
Sabarkantha : હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે નગરપાલિકાની કાર્યવાહી, 275 કિલો પ્લાસ્ટિક જપ્ત


Sabarkantha
Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા 2026’ અભિયાનના ભાગરૂપે હિંમતનગર નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સંયુક્ત ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
9,500 રૂપિયાના દંડની કાર્યવાહી કરાઈ
આ દરમિયાન શહેરના છ સ્થળોએ તપાસ કરીને અંદાજે 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આશરે 9,500 રૂપિયાના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. હિંમતનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા અને જીપીસીબીની સંયુક્ત ટીમે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે તપાસ અભિયાન ચલાવ્યું હતું.
6 સ્થળોએ હાથ ધરાઈ ડ્રાઈવ
આ કાર્યવાહી દરમિયાન જૈનિત ઈન્ટરપ્રાઈઝ, સીનું પ્લાસ્ટિક, ઈમામ પસ્તી ભંડાર અને સાબર જનરલ સ્ટોર સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. કુલ છ સ્થળોએ હાથ ધરાયેલી આ ડ્રાઈવમાં અંદાજે 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. સાથે જ આશરે 9,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો આગામી સમયમાં નાશ કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા 2026 અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા આવી કાર્યવાહી કેટલી સતત રાખવામાં આવે છે.
આ પણ વાંચો : Surat : ડોકટર હર્ષ પંડ્યા આપઘાત મામલો, ખટોદરા પોલીસે વધુ એક ડોક્ટરની કરી ધરપકડ





