Sabarkantha Liquor Destruction: સાબરકાંઠામાં પોલીસની મોટી કાર્યવાહી, 2.40 કરોડના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર

Sabarkantha Liquor Destruction: સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી વચ્ચે હવે જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો મોટાપાયે નાશ કરવામાં આવ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Sabarkantha Himmatnagar Liquor Destruction NewsSabarkantha Himmatnagar Liquor Destruction News

Sabarkantha Himmatnagar Liquor Destruction News

Sabarkantha Liquor Destruction: સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી વચ્ચે હવે જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો મોટાપાયે નાશ કરવામાં આવ્યો છે. હિંમતનગરમાં પોલીસ દ્વારા અંદાજે રૂપિયા 2 કરોડ 40 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 49 હજારથી વધુ અંગ્રેજી દારૂની બોટલોનો નાશ કરાયો હતો.

49,000થી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, હિંમતનગર સબ-ડિવિઝન હેઠળ આવતા ચાર પોલીસ સ્ટેશન દ્વારા અલગ-અલગ ગુનાઓમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન અને ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂનો સમાવેશ થાય છે.

આ ચારેય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અંદાજે 180 જેટલા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી 49,000થી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. હિંમતનગર-ઇડર બાયપાસ હાઈવે રોડ પર આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

દારૂના જથ્થાનો નાશ કરવા માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ સહિતના જવાબદાર અધિકારીઓની હાજરીમાં બુલડોઝર દ્વારા એક પછી એક દારૂની બોટલોને કચડી નાખવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અંદાજે રૂપિયા 2.40 કરોડથી વધુ કિંમતના દારૂનો નાશ થતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

સાબરકાંઠા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બુટલેગરો સામે પોલીસની સતત ચાલતી કામગીરીનો એક ભાગ છે.

આ પણ વાંચો: Surat Kamrej Murder Case: કામરેજના ઉભેળમાં મળેલી અજાણી લાશનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધની અદાવતમાં કરી હત્યા