Surat Kamrej Murder Case: કામરેજના ઉભેળમાં મળેલી અજાણી લાશનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધની અદાવતમાં કરી હત્યા

Surat Kamrej Murder Case: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ ગામમાં રામપીરની દરગાહ નજીકથી મળી આવેલી અજાણી વ્યક્તિની ડિકમ્પોઝ હાલતમાં લાશના મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Surat Kamrej Murder Case NewsSurat Kamrej Murder Case News

Surat Kamrej Murder Case News

Surat Kamrej Murder Case: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ ગામમાં રામપીરની દરગાહ નજીકથી મળી આવેલી અજાણી વ્યક્તિની ડિકમ્પોઝ હાલતમાં લાશના મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ રાજકોટની એક કંપનીમાં કામ કરતા બબલુ સૈની તરીકે થઈ છે. પત્ની સાથેના આડા સંબંધની અદાવતમાં બબલુ સૈનીની હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આરોપીએ બબલુને સારી નોકરી અપાવવાની લાલચ આપી

મળતી માહિતી મુજબ, આરોપી શ્રીરામ સુંદરલાલ પાંડે (ઉં.વ. 33)ને મૃતક બબલુ સૈનીની પત્ની સાથે આડા સંબંધ હોવાની અદાવત હતી. આ અદાવતને પગલે તેણે બબલુની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ બબલુને સારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેને મોટરસાઈકલ પર બેસાડીને સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ ગામે લઈ ગયો હતો.

અહીં ગૌચરની જમીનમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીએ ઈંટના ઘા મારી બબલુ સૈનીની હત્યા કરી નાખી હતી અને લાશ ત્યાં જ છોડી દીધી હતી. બાદમાં રામપીરની દરગાહ નજીકથી ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ટી-શર્ટ અને CCTVથી મળ્યો મહત્વનો પુરાવો

મૃતકની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂપ હતી. જોકે, મૃતકના ટી-શર્ટ પર લખેલા કંપનીના નામના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. સાથે જ આસપાસના CCTV ફૂટેજની તપાસ કરતાં પોલીસને મહત્વની કડીઓ મળી હતી. આ પુરાવાઓના આધારે પોલીસે મૃતકની ઓળખ કરી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

આ સમગ્ર હત્યાકાંડમાં કામરેજ પોલીસ અને સુરત ગ્રામ્ય LCBએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી શ્રીરામ સુંદરલાલ પાંડેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ રીતે અજાણી લાશનો ભેદ ઉકેલાતા હત્યાના કારણ અને આરોપી અંગેની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: Gujarat Cleanliness Survey: સ્વચ્છતા સર્વેક્ષણ મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલના પ્રહાર