Get News Alerts

Never miss breaking news updates.

CM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા મહત્વપૂર્ણ નિર્ણય, ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરાઈ

Gujarat : CMએ વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરી છે.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 03:41 PM IST
CM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા મહત્વપૂર્ણ નિર્ણય, ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરાઈCM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા મહત્વપૂર્ણ નિર્ણય, ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરાઈ

Gujarat

Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો મુખ્યમંત્રીએ કર્યો છે.

સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે

પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. મુખ્યમંત્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ચિત કરવા હવે કડક સમયમર્યાદા લાગુ કરી છે. આ ઉપરાંત જે કામોમાં પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી એના સિવાયના ટેન્ડરો માટે (જ્યાં માત્ર ફાયનાન્સીયલ બીડ હોય ) ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ 51થી 66 દિવસમાં પૂર્ણ કરવા CMના આદેશો

કામમાં ઈજારદારોની પૂર્વ પાત્રતાનીની જોગવાઈ ધરાવતા ટેન્ડરો માટે (જ્યાં ટેક્નીકલ અને ફાઈનાન્સિયલ બીડ બે બીડ હોય તેવા ટેન્ડર): તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. ટેન્ડરની વેલિડિટીનો પ્રવર્તમાન 120 દિવસનો ગાળો ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ આપી એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો કરવાનું ટાળવાનું રહેશે.

અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે

વાટાઘાટો અનિવાર્ય બને તો તે એક જ સ્તરે (સક્ષમ સત્તાધિકારી કક્ષાએ) પૂર્ણ કરવાની રહેશે; એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં. જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઈને જે તે અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે. અધૂરી દરખાસ્તો ને કારણે થયેલ વિલંબની સંપૂર્ણ જવાબદારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયોના પરિણામે રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા ત્વરિત અને વધુ પારદર્શક બનશે. એટલુ જ નહીં કામો નિયત સમયમર્યાદામાં શરૂ કરી શકાશે અને પ્રજાજનોને વહેલી સગવડનો લાભ મળતો થવાથી ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ પણ થશે.

આ પણ વાંચો : Gujarat Rain : ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, ભારે વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.