Hanumant Samvedana: આસામ અને અન્યત્ર માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ આપી, પરિવારજનોને કરી સહાય


Hanumant Samvedana: મોરારિબાપુએ આસામ અકસ્માતના મૃતકોના પરિવારજનોને કરી સહાય
Hanumant Samvedana: આસામ અને અન્યત્ર માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ આપી, પરિવારજનોને કરી સહાય


Hanumant Samvedana: મોરારિબાપુએ આસામ અકસ્માતના મૃતકોના પરિવારજનોને કરી સહાય
Hanumant Samvedana: આસામ સહિત અન્ય સ્થળોએ સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે પૂજ્ય મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. દુઃખની આ ઘડીમાં પીડિત પરિવારોને સાંત્વના આપવા માટે મોરારિબાપુ દ્વારા હનુમંત સંવેદના રકમ અર્પણ કરવામાં આવી છે.
મૃતકોમાં 14 મહિલાઓ અને 12 યુવાનોનો સમાવેશ
પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના કાઝીરંગા ખાતે પેસેન્જરથી ભરેલું પ્રવાસી વાહન કન્ટેનર ટ્રક સાથે અથડાતાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 26 લોકોનાં કરુણ મોત થયા હતા. મૃતકોમાં 14 મહિલાઓ અને 12 યુવાનોનો સમાવેશ થાય છે. આ દુઃખદ ઘટનાને પગલે પૂજ્ય મોરારિબાપુએ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ રૂપિયા 15 હજાર લેખે કુલ રૂપિયા 3.90 લાખની હનુમંત સંવેદના રકમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રકમ રામકથાના મુંબઈ સ્થિત એક શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.
વિસાવદરના બે યુવાનોના પરિવારને પણ સહાય
બીજી તરફ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામના બે આશાસ્પદ યુવાનોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં મોરારિબાપુએ તેમના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી છે. બંને યુવાનોના પરિવારજનોને રૂપિયા 30,000ની સહાય રકમ અર્પણ કરવામાં આવી છે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના આત્માના શાંતિપૂર્ણ નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. આ સાથે જ શોકગ્રસ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી દુઃખની આ કપરી ઘડીમાં સાંત્વના વ્યક્ત કરી છે. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારોને મદદરૂપ થવાની આ પહેલ દ્વારા મોરારિબાપુએ માનવતા અને સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો: Junagadh SOG Raid: SOG પોલીસની મોટી કાર્યવાહી, કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપાયો, 6 લોકો સામે નોંધાયો ગુનો




