Mehsana News: અસામાજિક તત્વો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 200 શકમંદોની તપાસ


અસામાજિક તત્વો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Mehsana News: અસામાજિક તત્વો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 200 શકમંદોની તપાસ


અસામાજિક તત્વો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Mehsana News: મહેસાણા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત તત્વો પર લગામ લગાવવા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના ડફેર ડંગા અને હબટાઉન વિસ્તારમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એલસીબી, એસઓજી સહિત પોલીસની કુલ 10 ટીમ જોડાઈ હતી.
View post on Instagram
સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિશેષ ઓપરેશન દરમિયાન ગુનાહિત ઈતિહાસ ધરાવતા આશરે 200 શકમંદ ઈસમોની તપાસ કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ડફેર ડંગા વિસ્તારમાંથી 13 શંકાસ્પદ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ મોબાઈલ ફોન કબજે કરીને જરૂરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શકમંદ ઈસમોનું ડ્રગ ડિટેક્શન કિટની મદદથી પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, જેથી નશીલા પદાર્થોના સેવન અંગે તપાસ કરી શકાય.
બ્લેક ફિલ્મ લગાવનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી
પોલીસની ટીમોએ સમગ્ર વિસ્તારમાં વાહનોનું પણ સઘન ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને વાહનોમાં ગેરકાયદેસર રીતે બ્લેક ફિલ્મ લગાવનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહેસાણા પોલીસના આ મેગા સર્ચ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા, શંકાસ્પદ વ્યક્તિઓની ગતિવિધિઓ પર નજર રાખવા અને જાહેર સુરક્ષા મજબૂત બનાવવા માટે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Junagadh News: જૂનાગઢમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂપિયા 7.75 લાખનો મુદ્દામાલ જપ્ત




