Junagadh News: જૂનાગઢમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂપિયા 7.75 લાખનો મુદ્દામાલ જપ્ત


જૂનાગઢમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
Junagadh News: જૂનાગઢમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂપિયા 7.75 લાખનો મુદ્દામાલ જપ્ત


જૂનાગઢમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
Junagadh News: જૂનાગઢ શહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વિદેશી દારૂની હેરફેર કરતા તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના કડિયાવાડ વિસ્તારમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂપિયા 7,75,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે 2,064 નંગ દારૂની બોટલ અને બીયરના ટીન કબજે કર્યા
પોલીસને બાતમી મળી હતી કે જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં રહેતો વિજયસિંહ અરવિંદસિંહ ચુડાસમા અને કડિયાવાડ વિસ્તારમાં રહેતો પરેશ ઉર્ફે જાડો ભરતભાઈ સોંદરવા ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મગાવી તેની હેરફેર કરવાના છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કડિયાવાડ વિસ્તારમાં પરેશ ઉર્ફે જાડાના મકાન નજીક દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બોલેરો પીકઅપ વાહન સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. વાહનની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 2,064 નંગ દારૂની બોટલો અને બીયરના ટીન કબજે કર્યા હતા, જેની કિંમત રૂપિયા 2,70,960 થાય છે. વાહન સહિત અન્ય મુદ્દામાલની કિંમત ગણતા કુલ રૂપિયા 7,75,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ત્રણ આરોપીઓ હજુ ફરાર
આ કેસમાં સમીર અબુબકર જનમહંમદભાઈ બ્લોચ (ઉંમર 20 વર્ષ), રહે. ખામધ્રોલ રોડ, જૂનાગઢની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિજયસિંહ અરવિંદસિંહ ચુડાસમા, મગન ઉર્ફે ગીરનારી અને પરેશ ઉર્ફે જાડો ભરતભાઈ સોંદરવા સહિતના ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. આ મામલે જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.




