Mehsana : નીતિનભાઈ પોતે એક બ્રાન્ડ, તેમનું કામ આપણે બધાએ ક્યારેય માપ્યું નથી : શંકર ચૌધરી


Mehsana
Mehsana : નીતિનભાઈ પોતે એક બ્રાન્ડ, તેમનું કામ આપણે બધાએ ક્યારેય માપ્યું નથી : શંકર ચૌધરી


Mehsana
Mehsana : મહેસાણાના કડીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કડીની ધરતીને વંદન કરતાં શંકર ચૌધરીએ નીતિન પટેલના રાજકીય અને જાહેર જીવનમાં કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, 'નીતિન પટેલ તો બ્રાન્ડ છે અને કડીની ધરતીએ ગુજરાતને આવું મજબૂત નેતૃત્વ આપ્યું છે.'
વિધાનસભામાં નીતિન પટેલને લોકો ચોક્કસ યાદ કરે છે
તેમણે કહ્યું કે નીતિનભાઈના કામને આપણે બધાએ ક્યારેય માપ્યું નથી અને તેમનું વ્યક્તિત્વ તથા કાર્ય પોતાનામાં એક અલગ ઓળખ ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે તે વાતનો સ્વીકાર થયો છે. વિધાનસભામાં નીતિન પટેલને લોકો ચોક્કસ યાદ કરે છે. તેમના લાંબા રાજકીય અનુભવ અને નેતૃત્વને યાદ કરતાં શંકર ચૌધરીએ કડીની ધરતીમાંથી ગુજરાતને મળેલા આ નેતૃત્વને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ દરમિયાન મહેસાણા બેન્કનો પણ ઉલ્લેખ કરતા શંકર ચૌધરીએ નીતિન પટેલે બેન્કને બચાવવા માટે કરેલી મહેનતની પ્રશંસા કરી હતી.
ડૂબતી બેન્કને બેઠી કરવાનું કામ નીતિનભાઈએ કર્યું: શંકર ચૌધરી
તેમણે જણાવ્યું કે મહેસાણા બેન્ક મુશ્કેલીમાં હતી ત્યારે નીતિનભાઈએ તેને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી અને ડૂબતી બેન્કને ફરી બેઠી કરવાનું કામ કર્યું હતું. શંકર ચૌધરીના આ નિવેદન બાદ નીતિન પટેલની રાજકીય કારકિર્દી અને કડી સાથેના તેમના જોડાણની ફરી ચર્ચા શરૂ થઈ છે. નીતિન પટેલ ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે અને વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. કડીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરી દ્વારા કરવામાં આવેલા આ વખાણને સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નીતિન પટેલના નેતૃત્વ અને મહેસાણા બેન્ક માટેના તેમના યોગદાનનો ઉલ્લેખ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો : Gandhinagar : ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા અંગે થઈ ચર્ચા




