Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar : ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા અંગે થઈ ચર્ચા

Gandhinagar : ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સંગઠન પ્રભારી તરૂણ ચુઘ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પ્રભારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા.
Kunjan ShuklaUpdated on: 05 Oct 2026 03:14 PM IST
Gandhinagar : ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા અંગે થઈ ચર્ચાGandhinagar : ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા અંગે થઈ ચર્ચા

Gandhinagar

Gandhinagar : ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સંગઠન પ્રભારી તરૂણ ચુઘ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પ્રભારીઓ તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી

બેઠક દરમિયાન જિલ્લા સ્તરે સંગઠનની કામગીરી, આગામી કાર્યક્રમો અને કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સંગઠનના માળખાને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપ દ્વારા તાજેતરમાં પણ સંગઠનાત્મક બેઠકો અને નવી નિયુક્તિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં ભાજપના વિવિધ સેલ અને મોરચામાં બાકી રહેલી હોદ્દેદારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. આગામી સમયમાં બાકી રહેલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આ નિમણૂકો બાદ સંગઠનના વિવિધ વિભાગોની કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

આગામી સમયમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ અપાશે

ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનના માધ્યમથી ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને સરકારની કામગીરી નાનામાં નાના માણસ સુધી પહોંચે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. બેઠકમાં સંગઠનના વિસ્તરણ, કાર્યકર્તાઓ સાથે વધુ સક્રિય સંવાદ અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગેની કામગીરીને મહત્વ આપવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા આગામી સમયમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની દિશામાં આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Kheda News : નડિયાદ રેલવે સ્ટેશન લૂંટકાંડમાં મોટો ખુલાસો, 3 કિલો સોનું રિકવર કરી પોલીસે આરોપીઓએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.