Diljit Dosanjh Visit Vadnagar: દિલજીત દોસાંઝ વડનગર પહોંચ્યા, હાટકેશ્વર મહાદેવના દર્શન કરી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી


સિંગર દિલજીત દોસાંઝ વડનગર પહોંચ્યા
Diljit Dosanjh Visit Vadnagar: દિલજીત દોસાંઝ વડનગર પહોંચ્યા, હાટકેશ્વર મહાદેવના દર્શન કરી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી


સિંગર દિલજીત દોસાંઝ વડનગર પહોંચ્યા
Diljit Dosanjh Visit Vadnagar: પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગર પહોંચ્યા હતા. અહીં તેમણે વડનગરના પ્રાચીન સ્થાપત્યો, ભવ્ય ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળ્યો હતો. તેમની મુલાકાત દરમિયાન તેઓ સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પણ પહોંચ્યા હતા અને ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી
હાટકેશ્વર મહાદેવ મંદિરના અદભુત સ્થાપત્ય અને બારીક કોતરણીકામથી દિલજીત દોસાંઝ પ્રભાવિત થયા હતા. મંદિરના આધ્યાત્મિક વાતાવરણનો પણ તેમણે અનુભવ કર્યો હતો. મંદિરની મુલાકાત બાદ તેમણે વડનગરના અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
મ્યુઝિયમમાં તેમણે હજારો વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો, ઐતિહાસિક વસ્તુઓ અને વડનગરના પ્રાચીન વારસાને લગતી વિવિધ પ્રદર્શિત સામગ્રીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પુરાતત્વ વિભાગના અધિકારીઓએ તેમને વડનગરના સમૃદ્ધ ઈતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ અને પુરાતત્વીય સંશોધન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સ્થાનિક લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી
દિલજીત દોસાંઝની વડનગર મુલાકાતને પગલે સ્થાનિક લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાણીતા કલાકારો દ્વારા મળતી મુલાકાતો પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંઝનો ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા અને દિલજીતના ગીતો પર ઝૂમીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. અમદાવાદમાં કોન્સર્ટ બાદ દિલજીતની વડનગર મુલાકાત ચર્ચાનો વિષય બની છે.




