Mehsana માં કુખ્યાત ભાવેશ ઝીલિયા પર અજાણ્યા શખ્સોએ કર્યુ ફાયરીંગ, કારને ટક્કર મારી ઘટનાને આપ્યો અંજામ



Mehsana Firing
Mehsana માં કુખ્યાત ભાવેશ ઝીલિયા પર અજાણ્યા શખ્સોએ કર્યુ ફાયરીંગ, કારને ટક્કર મારી ઘટનાને આપ્યો અંજામ



Mehsana Firing
Mehsana : નાગલપુરમાં આવેલી પકવાન હોટલની સામે ફાયરિંગની ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પકવાન હોટલની આગળ એક કાર ઉભી હતી.
આ દરમિયાન સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક ઈસમોએ ઉભેલી કારને ટક્કર મારી હતી. કારને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયોમાં આવેલા ઈસમોએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
SP-DYSP સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી
ફાયરિંગની આ ઘટનામાં ભાવેશ ઝીલિયા નામના વ્યક્તિને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે, ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહેસાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. SP, DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કરવાની સાથે ફાયરિંગ કરનાર શખ્સો અંગે માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા હોવાની શક્યતા છે. સ્કોર્પિયો કારમાં આવેલા ઈસમોની ઓળખ કરવા તેમજ તેઓ કયા માર્ગેથી આવ્યા અને ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ દિશામાં ફરાર થયા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ રહી છે.
નાગલપુર જેવા વિસ્તારમાં હોટલની સામે જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવતા લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલી રહી છે અને ફાયરિંગની ઘટનાની હકીકત, આરોપીઓની ઓળખ તથા ઘટનાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.
આ પણ વાંચો : Anand ના ખંભાતમાં એક જ પરિવારની 3 દીકરી તળાવમાં ડૂબી જતા મોત, પરિવારમાં આક્રંદ છવાયો
View post on Instagram

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



