Kutch Rann Utsav 2026: કચ્છ રણોત્સવની તૈયારીઓને વેગ, પ્રવાસીઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા પર વિશેષ ભાર


Kutch Rann Utsav 2026 News
Kutch Rann Utsav 2026: કચ્છ રણોત્સવની તૈયારીઓને વેગ, પ્રવાસીઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા પર વિશેષ ભાર


Kutch Rann Utsav 2026 News
Kutch Rann Utsav 2026: કચ્છમાં આગામી રણોત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવે તેવી સંભાવનાને પગલે પ્રવાસીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને પ્રવાસન સ્થળો પર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી
બેઠકમાં ધોરડો, સફેદ રણ, રોડ ટુ હેવન અને ધોળાવીરામાં સ્વચ્છતા જાળવવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રવાસન સ્થળો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા તેમજ ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. રોડ ટુ હેવન પર વન વિભાગ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે, જેથી સુરક્ષા અને વાહન વ્યવસ્થાપન વધુ અસરકારક બની શકે.
16 ટીમો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે
ધોરડો વોચ ટાવર નજીક નો-પાર્કિંગ ઝોનનો કડક અમલ કરાશે. પ્રવાસીઓની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વોચ ટાવર સુધી વધારાની બસો ફાળવવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને પ્રવાસીઓ સરળતાથી અવરજવર કરી શકે.
સમીક્ષા બેઠકમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, સેનિટેશન, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા અને અવિરત વીજ પુરવઠા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રણોત્સવ દરમિયાન વિવિધ વ્યવસ્થાઓની દેખરેખ અને અમલીકરણ માટે આશરે 16 ટીમો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. વહીવટી તંત્રનો હેતુ પ્રવાસીઓને સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાયુક્ત પ્રવાસન અનુભવ આપવાનો છે.




