Kutch News: રાપરમાં ખનિજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડનો સપાટો, રૂપિયા 4.45 કરોડના વાહનો સીઝ

Kutch News: કચ્છના રાપર નજીક ગાગોદરમાં ગેરકાયદે ચાઇના ક્લે ખનન સામે ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહી, એક્સકેવેટર અને 14 ડમ્પર સહિત રૂ. 4.45 કરોડનાં વાહનો સીઝ.
Kunjan Shukal
Kunjan Shukal
રૂપિયા 4.45 કરોડના વાહનો સીઝરૂપિયા 4.45 કરોડના વાહનો સીઝ

રૂપિયા 4.45 કરોડના વાહનો સીઝ

Kutch News: કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ગેરકાયદે ખનન અને ખનિજ ચોરી સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાપરના ગાગોદર ગામ નજીક ખનિજ ચોરીની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની તપાસ દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે દરોડો પાડીને કુલ 15 વાહનો ઝડપી પાડ્યા છે. આ વાહનોની અંદાજિત કુલ કિંમત રૂપિયા 4.45 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

14 ખાલી ડમ્પર ટીમે કબજે કર્યા

મળતી માહિતી મુજબ, ગાગોદર ગામને લાગુ સીમ વિસ્તારમાં ચાઈના ક્લેનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હોવાની તપાસ દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સ્થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતું એક એક્સકેવેટર મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ખનિજ ભરવા માટે સ્થળ પર આવેલા 14 ખાલી ડમ્પર પણ ટીમે કબજે કર્યા હતા.

ખનિજ ચોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો

આમ, ગેરકાયદે ખનન અને ખનિજની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતાં કુલ 15 વાહનો સીઝ કરવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ તમામ વાહનોને ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યાં છે. કચ્છના રાપર વિસ્તારમાં ચાઇના ક્લે સહિતના ખનિજોના ગેરકાયદે ખનનને અટકાવવા માટે તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈંગ સ્ક્વોડની આ કાર્યવાહીથી ખનિજ ચોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

હાલમાં સીઝ કરાયેલા વાહનો અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખનિજ સંપત્તિની ગેરકાયદે હેરાફેરી અને ખનન અટકાવવા માટે આવી કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad Fraud Case: પોલીસ કર્મચારીઓ સાથે રૂપિયા 50 લાખની છેતરપિંડી, પિતા-પુત્રની સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ