
Kutch News: કચ્છના રાપર નજીક ગાગોદરમાં ગેરકાયદે ચાઇના ક્લે ખનન સામે ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહી, એક્સકેવેટર અને 14 ડમ્પર સહિત રૂ. 4.45 કરોડનાં વાહનો સીઝ.

રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. જેતપુરના વિરપુર તાલુકાના પીઠડીયા ગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

જામનગરના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદેસર ખનીજ વહન સામે મોટી કાર્યવાહી કરતાં લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 71.26 મેટ્રિક ટન લાઇમ સ્ટોન અને ડમ્પર સહિત રૂ. 75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.