Bhuj : ભુજમાં ગરબામાં પ્રાચીન પરંપરાની અનોખી ઝલક, શેરી ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની


Bhuj
Bhuj : ભુજમાં ગરબામાં પ્રાચીન પરંપરાની અનોખી ઝલક, શેરી ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની


Bhuj
Bhuj : ભુજમાં ઉત્તર ગુજરાત પરિવાર મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત પ્રાચીન શેરી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશાપુરા માતાજીના મંદિર પાસે યોજાતી આ શેરી ગરબી વર્ષ 1965થી ચાલી રહી છે. મહિલાઓ માથા ઉપર ત્રાંબાના ત્રણ ગરબા મૂકીને માતાજીની આરાધના કરે છે. પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની ઝલક દર્શાવતી આ શેરી ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ભુજમાં પ્રાચીન પરંપરાની અનોખી ઝલક
આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા અને નવરાત્રીના પાવન પર્વમાં ભુજમાં પ્રાચીન પરંપરાની અનોખી ઝલક જોવા મળી રહી છે. ભુજના આશાપુરા માતાજીના મંદિર પાસે ઉત્તર ગુજરાત પરિવાર મંડળ દ્વારા વર્ષ 1965થી શેરી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ શેરી ગરબીમાં આજે પણ વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. મહિલાઓ માથા ઉપર ત્રાંબાના ત્રણ ગરબા મૂકીને ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરે છે.
ગરબાની રમઝટ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર
ઉત્તર ગુજરાત પરિવાર દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. જેમાં સામૂહિક આરતી, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતી આ શેરી ગરબીને અત્યાર સુધીમાં ત્રણથી ચાર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ઉત્તર ગુજરાત પરિવાર મંડળ આજે પણ આગળ ધપાવી રહ્યું છે. મહિલાઓના માથે શોભતા ત્રાંબાના ગરબા અને પરંપરાગત ગરબાની રમઝટ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ભુજમાં યોજાતી ગરબીમાં મહિલા માથા પર ત્રણ ગરબા મૂકી ગરબે ઘૂમે છે. વર્ષો જૂની પરંપરાને આજે પણ મહિલાઓએ જીવંત રાખી છે. ગરબે ઘૂમતી મહિલાઓના માથે શોભતા ત્રણ ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રાચીન શેરી ગરબીમાં મહિલાઓની અનોખી આરાધનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો : Sabarkantha : હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે નગરપાલિકાની કાર્યવાહી, 275 કિલો પ્લાસ્ટિક જપ્ત





