Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો

Gandhinagar News : રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા માર્ગ અને મકાન વિભાગની બે દિવસીય ચિંતન શિબિરનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 12:50 PM IST
Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યોGandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો

Gandhinagar Chintan Shibir

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. ‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ’ની થીમ આધારિત આ પ્રથમ વિભાગીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ચિંતન શિબિરમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આગામી દિવસોમાં રાજ્યના માળખાકીય વિકાસને વધુ વેગ આપવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે.

1 લાખ કિમીથી વધુ રસ્તાઓનું સંચાલન કરતો વિભાગ

બે દિવસ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ પાસાઓ પર વિચારવિમર્શ કરશે. રસ્તાઓની ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સરકારી ઈમારતોનું સંચાલન તેમજ વિકાસ કાર્યોને વધુ અસરકારક અને સમયબદ્ધ રીતે આગળ વધારવા માટેના મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવનાર છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્યના વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરે છે.

રાજ્યમાં 1 લાખ કિલોમીટરથી વધુ રસ્તાઓ, 11 હજારથી વધુ પુલો અને 11 હજારથી વધુ સરકારી બિલ્ડીંગોની દેખરેખ અને વ્યવસ્થાપનની જવાબદારી વિભાગ પાસે છે. આટલા વિશાળ માળખાનું જાળવણી અને સંચાલન રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહાત્મા મંદિરમાં માર્ગ-મકાન વિભાગની બે દિવસીય ચિંતન શિબિર

ચિંતન શિબિર દરમિયાન વિભાગના અધિકારીઓ પોતાના અનુભવ અને વિચારો રજૂ કરશે તેમજ વિકાસ કાર્યોમાં નવીન અભિગમ અને વધુ સારી કાર્યપદ્ધતિ અંગે ચર્ચા કરશે. રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓની ગુણવત્તા જાળવવા ઉપરાંત સમયસર કામગીરી પૂર્ણ કરવા માટેના ઉપાયો પર પણ મંથન થવાની શક્યતા છે. ‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ’ની થીમ સાથે યોજાયેલી આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનો અને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપવાનો છે.

મહાત્મા મંદિરમાં શરૂ થયેલી આ બે દિવસીય ચિંતન શિબિરમાં વિવિધ સત્રો દરમિયાન અધિકારીઓ વિકાસલક્ષી વિચારોનું આદાનપ્રદાન કરશે. રાજ્યના માર્ગો, પુલો અને સરકારી ઈમારતો જેવી મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ મંથન મહત્વપૂર્ણ બની શકે છે.

આ પણ વાંચો : Jamnagar News : મહેસૂલી કર્મચારીઓના આંદોલનથી સામાન્ય નાગરિકો હેરાન, કામો અટવાતા અધિકારીઓ સામે સ્થાનિકોનો રોષ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે