Kheda Bike Accident: અકલાચા ગામ પાસે ભયાનક અકસ્માત, બે યુવાનોના ઘટના સ્થળે જ મોત


Kheda Bike Accident
Kheda Bike Accident: અકલાચા ગામ પાસે ભયાનક અકસ્માત, બે યુવાનોના ઘટના સ્થળે જ મોત


Kheda Bike Accident
Kheda Bike Accident: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ પાસે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે.
અન્ય બાઈક ચાલકે પણ ગભરાટમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામે માતાજીના માંડવામાં યોજાયેલા વિક્રમ ઠાકોરના કાર્યક્રમમાં હાજરી આપીને બંને યુવાનો પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ પાસે તેમની બાઈક અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતની બીજી એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે. અકસ્માતને પોતાની નજરે નિહાળીને પાછળથી આવી રહેલા અન્ય એક બાઈક ચાલકે પણ ગભરાટમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે તે પણ અકસ્માતનો ભોગ બન્યો હોવાની વિગતો સામે આવી છે.
પરિવારજનોમાં શોકનો માહોલ
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. બે યુવાનોના અકાળે મોતના સમાચારથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખુશીના પ્રસંગમાંથી પરત ફરી રહેલા યુવાનો માટે આ મુસાફરી અંતિમ સાબિત થઈ હતી.




