Junagadh Accident: કેશોદમાં 108 એમ્બ્યુલન્સનો અકસ્માત! શ્વાન આડું ઉતરતાં ચાલકે ગુમાવ્યો કાબૂ, પાયલટ અને ડોક્ટર ઈજાગ્રસ્ત


Junagadh Accident
Junagadh Accident: કેશોદમાં 108 એમ્બ્યુલન્સનો અકસ્માત! શ્વાન આડું ઉતરતાં ચાલકે ગુમાવ્યો કાબૂ, પાયલટ અને ડોક્ટર ઈજાગ્રસ્ત


Junagadh Accident
Junagadh Accident: જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક માંગરોળ રોડ પર 108 એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખીરસરા ગામે અકસ્માતના દર્દીઓને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તા પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સના પાયલટ અને ડોક્ટરને ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા
મળતી માહિતી અનુસાર, કેશોદના માંગરોળ રોડ પરથી 108 એમ્બ્યુલન્સ ખીરસરા ગામે અકસ્માતના દર્દીઓને લેવા માટે જઈ રહી હતી. આ દરમિયાન અચાનક રસ્તા પર શ્વાન આડું ઉતરતાં એમ્બ્યુલન્સના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે એમ્બ્યુલન્સ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એમ્બ્યુલન્સમાં સવાર પાયલટ અને ડોક્ટરને અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બંને ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
નોંધનીય છે કે 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા હોવાથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે. જોકે, દર્દીઓને મદદ કરવા જઈ રહેલી એમ્બ્યુલન્સ જ અકસ્માતનો ભોગ બનતાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. હાલ બંને ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં એમ્બ્યુલન્સને કેટલું નુકસાન થયું છે અને સમગ્ર ઘટનાની અન્ય વિગતો તપાસ બાદ સામે આવશે.




