Jamnagar News: નાગપુર ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણીનું ચોંકાવનારું પ્રકરણ, 4 મહિનામાં 400 લગ્ન નોંધણીથી સવાલો

Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની નાગપુર ગ્રામ પંચાયતમાંથી લગ્ન નોંધણીને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
jamnagar nagpur gram panchayat marriage registrationsjamnagar nagpur gram panchayat marriage registrations

jamnagar nagpur gram panchayat marriage registrations

Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની નાગપુર ગ્રામ પંચાયતમાંથી લગ્ન નોંધણીને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 800થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 400 લગ્ન નોંધણી થયાની વિગતો સામે આવતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે.

ગામમાં લગ્ન નોંધણીનું પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું

કેટલાક પરિવારજનોને જાણ ન હોવા છતાં તેમના પરિવારના સભ્યોના લગ્ન સરકારી ચોપડે નોંધાઈ ગયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આખરે આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કેવી રીતે થઈ? શું તમામ નોંધણીઓ નિયમ મુજબ કરવામાં આવી છે? આ સમગ્ર મામલે હવે નિષ્પક્ષ તપાસની માગ ઊઠી છે.

400 લગ્ન નોંધણી થયાની વિગતો સામે આવી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં લગ્ન નોંધણીનું પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આશરે 800થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં માત્ર ચાર મહિનામાં અંદાજે 400 લગ્ન નોંધણી થયાની વિગતો સામે આવી છે. આટલી ઓછી વસ્તી ધરાવતા ગામમાં આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી થતાં અનેક સવાલો ઊભા થયા છે. કેટલાક પરિવારજનોનો આક્ષેપ છે કે તેમને જાણ કર્યા વિના જ તેમના પરિવારના સભ્યોના લગ્ન સરકારી રેકોર્ડમાં નોંધાઈ ગયા છે.

રેકોર્ડની ચકાસણી કરી નિષ્પક્ષ તપાસ કરવાની માગ

હવે સવાલ એ છે કે લગ્ન નોંધણી માટે રજૂ કરવામાં આવેલી અરજીઓ અને દસ્તાવેજોની ખરાઈ કેવી રીતે કરવામાં આવી? સાક્ષીઓની વિગતોની ચકાસણી થઈ હતી કે નહીં? અને લગ્ન નોંધણી અધિકારી દ્વારા નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં? આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી-કમ-મંત્રી અને આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિગતો સામે આવી શકે છે. ત્યારે સંબંધિત વહીવટી તંત્ર દ્વારા રેકોર્ડની ચકાસણી કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને હકીકત જાહેર કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.

આ પણ વાંચો: Rahul Gandhi Statement: રાહુલ ગાંધીના અમેરિકામાં ભારતની અર્થવ્યવસ્થા અંગેના નિવેદન પર ભાજપના અનિલ પટેલે આકરી ટીકા કરી