Rahul Gandhi Statement: રાહુલ ગાંધીના અમેરિકામાં ભારતની અર્થવ્યવસ્થા અંગેના નિવેદન પર ભાજપના અનિલ પટેલે આકરી ટીકા કરી

Rahul Gandhi Statment: ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે રાહુલ ગાંધી પર વિદેશની ધરતી પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Anil Patel Criticizes Rahhul GandhiAnil Patel Criticizes Rahhul Gandhi

Anil Patel Criticizes Rahhul Gandhi

Rahul Gandhi Statement: અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતની આર્થિક સ્થિતિ સંકટના આરે હોવા અંગે આપવામાં આવેલા નિવેદનને લઈને ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે રાહુલ ગાંધી પર વિદેશની ધરતી પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો.

View post on Instagram

રાહુલ ગાંધી વારંવાર વિદેશમાં જઈ ભારતને બદનામ કરે છે

ડૉ. અનિલ પટેલે જણાવ્યું કે રાહુલ ગાંધી વારંવાર વિદેશમાં જઈ ભારતને બદનામ કરતા નિવેદનો આપે છે. તેમના મતે, 2014 પછી કોંગ્રેસને અનેક ચૂંટણીમાં મળેલી હારને કારણે પક્ષ રાજકીય નાદારીની સ્થિતિમાં છે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ બૌદ્ધિક નાદારી પણ જોવા મળી રહી છે. તેમણે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અને ત્યાં આપવામાં આવતા નિવેદનોના હેતુ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

ભારતનો GDP વૃદ્ધિદર આગામી વર્ષોમાં પણ મજબૂત રહેવાની શક્યતા

ભાજપના પ્રવક્તાએ ભારતની આર્થિક સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે વિવિધ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ ભારતના વિકાસ અંગે સકારાત્મક અંદાજ વ્યક્ત કરી રહી છે. તેમણે S&P Global, Fitch, IMF અને World Bankના સંદર્ભ આપીને ભારતના આર્થિક વિકાસની સંભાવનાઓ ઉજળી હોવાનું જણાવ્યું હતું. તેમના દાવા અનુસાર, ભારતનો GDP વૃદ્ધિદર આગામી વર્ષોમાં પણ મજબૂત રહેવાની શક્યતા છે અને વૈશ્વિક સરેરાશ કરતાં ઊંચો રહી શકે છે.

રાહુલ ગાંધીને આપી આ સલાહ

ડૉ. અનિલ પટેલે રાહુલ ગાંધી દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને ‘ડેડ ઇકોનોમી’ ગણાવવાના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ અંગે કોઈપણ નિવેદન આપતાં પહેલાં આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓના આંકડા અને તારણોનો અભ્યાસ કરવો જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA સરકારની નીતિઓને મળતા જનસમર્થનનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીને દેશના ગામડાઓમાં પ્રવાસ કરવાની સલાહ પણ આપી હતી.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીનાં નિવેદનો વિદેશી રોકાણકારો પર નકારાત્મક અસર કરી શકે છે અને ભારતની પ્રગતિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. ડૉ. અનિલ પટેલે કહ્યું કે ભારતની સફળતાઓ અને વિકાસને નકારતાં નિવેદનોનો જનતા યોગ્ય જવાબ આપશે.

આ પણ વાંચો: Sabarkantha News: બટાકાના વાવેતરમાં 30થી 50 ટકાનો ઘટાડો, નહિવત વરસાદને કારણે કૂવા અને બોરના જળસ્તર તળિયે પહોંચ્યા