
Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની નાગપુર ગ્રામ પંચાયતમાંથી લગ્ન નોંધણીને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

તળાજા તાલુકાના માણાર ગામમાં આવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને TSDF સાઇટને લઈને ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાઇટની કામગીરીથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને કોઈ નુકસાન ન થાય તે માટે તાત્કાલિક સ્થળ તપાસ, ટેકનિકલ ચકાસણી અને નિયમોના પાલનની માંગ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂર્ણ થયા બાદ ફરજિયાત રીતે ‘એક્ઝિટ કોન્ફરન્સ’ યોજાશે.

ગ્રામ વિકાસને વધુ અસરકારક અને ટકાઉ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ મંત્રાલયો અને વિભાગો વચ્ચે સંકલિત અભિગમ અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે યોજાયેલી ઉચ્ચસ્તરીય ચર્ચામાં કેન્દ્ર સરકારના 18 મંત્રાલયો અને વિભાગોના પ્રતિનિધિઓ તેમજ નોડલ અધિકારીઓએ ભાગ લીધો હતો.