Jamnagar Illegal Sand Mining: જામનગરના જોડિયામાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્રની કાર્યવાહી, એસ્કેવેટર અને ટ્રક જપ્ત


Jamnagar Illegal Sand Mining News
Jamnagar Illegal Sand Mining: જામનગરના જોડિયામાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્રની કાર્યવાહી, એસ્કેવેટર અને ટ્રક જપ્ત


Jamnagar Illegal Sand Mining News
Jamnagar Illegal Sand Mining: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદે સાદી રેતીના ખનન સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આણંદા અને ભાદરા ગામ નજીક આવેલી ઉંડ નદીના પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા એક એસ્કેવેટર મશીન તથા એક ટ્રક મળી આવતાં બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી
મળતી માહિતી મુજબ, જોડિયા તાલુકાના આણંદા અને ભાદરા ગામને અડીને આવેલા ઉંડ નદીના પટ્ટ વિસ્તારમાં સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન થતું હોવાની ફરિયાદ તંત્રને મળી હતી. આ ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી 17 નવેમ્બરના રોજ તપાસ ટીમ દ્વારા સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન નદીના પટ્ટ વિસ્તારમાં રેતીના ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતું એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક મળી આવ્યા હતા. તપાસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને સાધનો જપ્ત કરી લીધા હતા.
ગેરકાયદે રેતી ખનન સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો
આ કામગીરી ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી તપાસ ટીમના નિખિલભાઈ આનંદભાઈ, નૈતિકભાઈ, યશભાઈ અને રમેશભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટીમે સ્થળ પર તપાસ કરી ગેરકાયદે ખનન અને વહન સામે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે નદીના પટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનનથી પર્યાવરણ અને કુદરતી સંસાધનોને નુકસાન થવાની શક્યતા રહે છે. આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા સમયાંતરે તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે.
હાલ જપ્ત કરાયેલા એસ્કેવેટર મશીન અને ટ્રક મામલે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગેરકાયદે રેતી ખનન સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે આ મામલે તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: Chhota Udaipur: છોટાઉદેપુરમાં નસવાડીથી કવાંટનો રસ્તો બિસ્માર, ખાડાઓથી વાહનચાલકો પરેશાન




