
Jamnagar Illegal Sand Mining: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદે સાદી રેતીના ખનન સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જોડિયા તાલુકાના વાવડી ગામ સહિત આસપાસના ખેડૂતો એકત્રિત થઈ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રોલ ખાતે પોલીસની હાજરીમાં ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે ₹25.92 લાખની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામમાં ગટર લાઇનના કામને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગટર લાઇન નાખવા માટે જાહેર રોડને તોડી કામ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરી માટે કોઈ કાયદેસરની મંજૂરી લેવામાં આવી નથી. સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.