Jamnagar : સેક્શન રોડના ફેરિયાઓ માટે સુવ્યવસ્થિત વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાઈ, વિક્રેતાઓને મોટી રાહત


Jamnagar
Jamnagar : સેક્શન રોડના ફેરિયાઓ માટે સુવ્યવસ્થિત વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાઈ, વિક્રેતાઓને મોટી રાહત


Jamnagar
Jamnagar : મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના શરૂ સેક્શન રોડ પર એક મહત્વપૂર્ણ અને સુદ્રઢ વ્યવસ્થાપન અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. શરૂ સેક્શન રોડ પર ફૂટપાથ ઉપર પાથરણાં અને કામચલાઉ સ્ટોલ લગાવીને ગુજરાન ચલાવતા લઘુ વિક્રેતાઓને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ફૂટપાથ પરના દબાણની સમસ્યા હળવી થઈ
આ સમસ્યાના નિરાકરણ રૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સરલાબેન ત્રિવેદી આવાસની બાજુમાં, શરૂ સેક્શન રોડથી નીલકમલ સોસાયટી તરફ જતા માર્ગ પર આવેલા પ્લોટ પાસે આ તમામ વેપારીઓ માટે વિધિવત રીતે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે. આ પગલાથી ફૂટપાથ પરના દબાણની સમસ્યા હળવી થઈ છે અને વેપારીઓને ધોરણે વ્યવસાય કરવાની ચોક્કસ સુવિધા પ્રાપ્ત થઈ છે.
વેપારીઓની રોજગારીને કાયમી સુરક્ષા મળશે
આ વ્યવસ્થા માત્ર ટ્રાફિક નિયમન પૂરતી મર્યાદિત ન રહેતા, ગરીબ અને મધ્યમવર્ગીય વેપારીઓની રોજગારીને કાયમી સુરક્ષા અને સ્થિરતા પૂરી પાડવાનું એક મજબૂત માધ્યમ બની રહેશે. ફાળવવામાં આવેલી આ નવી જગ્યા પર લઘુ વેપારીઓ કોઈપણ જાતના ભય કે ખલેલ વિના ગૌરવપૂર્ણ રીતે પોતાના ધંધા-રોજગારનું સંચાલન કરી શકશે. જેનાથી ગ્રાહકોને પણ એક જ સ્થળે ખરીદી માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થશે. આ સમગ્ર પહેલનો મુખ્ય આશય સ્થાનિક સ્તરે તૈયાર થતા ગૃહ ઉદ્યોગના ઉત્પાદનો તેમજ હસ્તકળાની વસ્તુઓનું વેચાણ કરતા સ્થાનિક ફેરિયાઓને મદદરૂપ બનીને કેન્દ્ર સરકારના 'વોકલ ફોર લોકલ' અભિયાનને જમીની સ્તરે વેગવંતું બનાવવાનો છે.
આ પણ વાંચો : Banaskantha : આંગણવાડીની બહેનોમાં સરકાર વિરૂદ્ધ ભારે રોષ, AVT એન્ટ્રીની મુશ્કેલીઓ અને પગારના મુદ્દે આંદોલનની ચીમકી





