Jamnagarમાં 17થી 20 ડિસેમ્બર દરમિયાન ભવ્ય ‘પ્રોપર્ટી એક્સ્પો-2026’, 125 સ્ટોલ બનશે આકર્ષણનું કેન્દ્ર



Jamnagar
Jamnagarમાં 17થી 20 ડિસેમ્બર દરમિયાન ભવ્ય ‘પ્રોપર્ટી એક્સ્પો-2026’, 125 સ્ટોલ બનશે આકર્ષણનું કેન્દ્ર



Jamnagar
Jamnagar: નગર શહેરમાં આગામી 17થી 20 ડિસેમ્બર દરમિયાન ઓસવાળ સેન્ટર ખાતે ભવ્ય ‘જામનગર પ્રોપર્ટી એક્સ્પો-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારા આ એક્સ્પોમાં રિયલ એસ્ટેટ ઉપરાંત હોમ ડેકોર, ફર્નિચર, સોલાર એનર્જી, લાઇટિંગ, પાઇપ-ફિટિંગ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સ સહિતના વિવિધ ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે. સમગ્ર એક્સ્પોમાં અંદાજે 125 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે.
રિયલ એસ્ટેટના નવા પ્રોજેક્ટ્સની મળશે માહિતી
એક્સ્પોમાં જામનગરના અગ્રણી બિલ્ડર્સ અને ડેવલોપર્સ દ્વારા વિવિધ રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. બંગ્લોઝ, ફ્લેટ્સ, કોમર્શિયલ ઓફિસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સહિતના પ્રોજેક્ટ્સની માહિતી મુલાકાતીઓને એક જ સ્થળે મળી શકશે.
ડેવલોપર્સ દ્વારા નવી ટેક્નોલોજી, આધુનિક ડિઝાઇન અને આગામી પ્રોજેક્ટ્સ અંગે પણ માહિતી આપવામાં આવશે.
હોમ ડેકોર અને ફર્નિચરના સ્ટોલ
પ્રોપર્ટી ઉપરાંત હોમ ડેકોર અને ફર્નિચર ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ પણ પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરશે. એલિગન્સ સ્ટુડિયો, ડ્રીમ ડેકોર ફર્નિચર, નમો ડેકોરેટિવ આઇટમ્સ અને સુરભી સેલ્સ સહિતની સંસ્થાઓના સ્ટોલ જોવા મળશે. બાથરૂમ ઇમ્પોર્ટેડ આઇટમ્સ, વિન્ડોઝ, કલર-હાર્ડવેર અને અન્ય હોમ ડેકોર પ્રોડક્ટ્સ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
સોલાર અને બિલ્ડિંગ મટિરિયલ્સ પણ એક્સ્પોમાં
સોલાર એનર્જી ક્ષેત્રે ટાટા સોલાર, ઓક્સિજન એનર્જી, વારી સોલાર અને કોસોલ સોલાર સહિતની કંપનીઓ ભાગ લેશે. જ્યારે પાઇપ અને ફિટિંગ્સ ક્ષેત્રે ફિટવેલ પાઇપ, વેક્ટસ પાઇપ અને હોર્સ પાઇપ એન્ડ ફિટિંગ્સ પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરશે. આ ઉપરાંત લાઇટિંગ, આર.ઓ. પ્લાન્ટ્સ અને અન્ય બિલ્ડિંગ મટિરિયલ્સ સાથે જોડાયેલી કંપનીઓના સ્ટોલ પણ રહેશે.
125 જેટલા સ્ટોલ સાથે ભવ્ય આયોજન
ઓસવાળ સેન્ટર ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આકર્ષક ડેકોરેશન સાથે એક્સ્પોનું આયોજન કરવામાં આવશે. તમામ સ્ટોલ ધારકો અને મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જામનગર ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારો અને રાજ્ય બહારની કંપનીઓ પણ આ પ્રદર્શનમાં ભાગ લેશે.
વિવિધ સંસ્થાઓનો સહયોગ
‘જામનગર પ્રોપર્ટી એક્સ્પો-2026’ને જામનગર બિલ્ડર્સ અને ડેવલોપર્સ લોબી, જામનગર રોટરી ક્લબ અને એલવીબી ગ્રુપ જામનગરનો સહયોગ મળી રહ્યો છે. જ્યારે સમગ્ર એક્સ્પોનું મેનેજમેન્ટ સનલાઇન ઈવેન્ટ્સ દ્વારા કરવામાં આવશે.
રિયલ એસ્ટેટ, હોમ ડેકોર, આધુનિક રહેણાંક અને બિલ્ડિંગ ટેક્નોલોજીની વિવિધ માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થવાને કારણે આ એક્સ્પો જામનગરના રિયલ એસ્ટેટ અને વિકાસ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ આયોજન બની રહેશે.
આ પણ વાંચો : Amreli: 23 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી ઝડપાયો, નામ-નંબર-રહેઠાણ બદલ્યા છતાં પકડાયો





