Get News Alerts

Never miss breaking news updates.

Amreli: 23 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી ઝડપાયો, નામ-નંબર-રહેઠાણ બદલ્યા છતાં પકડાયો

Amreli:રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2003ના ગુનામાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપીને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 06 Oct 2026 09:00 AM IST
Amreli: 23 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી ઝડપાયો, નામ-નંબર-રહેઠાણ બદલ્યા છતાં પકડાયોAmreli: 23 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી ઝડપાયો, નામ-નંબર-રહેઠાણ બદલ્યા છતાં પકડાયો

Amreli

Amreli: રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2003ના ગુનામાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપીને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે. પીપાવાવ પોર્ટ પરથી સુરક્ષા ગાર્ડના પગારની ₹94 હજારથી વધુની રકમ લઈને ફરાર થયેલા આરોપીને રાજુલા પોલીસે મોરબીમાંથી ઝડપી પાડ્યો છે.

2003ના ગુનામાં 23 વર્ષથી ફરાર હતો

મળતી માહિતી મુજબ, વર્ષ 2003માં પીપાવાવ પોર્ટ પરથી સુરક્ષા ગાર્ડના પગારની ₹94 હજારથી વધુની રકમ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારથી તે સતત પોલીસથી બચતો હતો. આ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે રાજુલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

નામ, મોબાઈલ નંબર અને રહેઠાણ બદલ્યું

પોલીસથી બચવા માટે આરોપીએ પોતાની ઓળખ અને રહેઠાણમાં અનેક ફેરફાર કર્યા હતા. તેણે નામ બદલ્યું હતું, મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ રહેઠાણ રાખ્યું હતું. આટલા વર્ષો સુધી ઓળખ છુપાવીને રહેવા છતાં આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો.

જૂના ફોટોગ્રાફથી આરોપી સુધી પહોંચી પોલીસ

23 વર્ષ જૂના કેસમાં આરોપીને શોધવો પોલીસ માટે પડકારરૂપ હતો. જોકે, રાજુલા પોલીસે જૂના ફોટોગ્રાફ સહિતની માહિતીના આધારે તપાસ આગળ ધપાવી હતી. પોલીસને મળેલી નાની કડીને જોડતા આખરે આરોપીનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું હતું.

મોરબીમાંથી ધરપકડ

રાજુલા પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે મોરબી ખાતે કાર્યવાહી કરી હતી અને 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ગુનામાં આરોપીની ધરપકડ થતાં પોલીસને મહત્વની સફળતા મળી છે.

આ સમગ્ર કાર્યવાહી અંગે રાજુલાના DYSP નયના ગોરડીયાએ માહિતી આપી હતી. હવે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : GMDC Ground Ahmedabadમાં 6 હજાર બાળકો રચશે માનવ આકૃતિ, CM ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.