Get News Alerts

Never miss breaking news updates.

Dang : ભાઈએ જ ભાઈની કરી હત્યા કરી, કામધંધા બાબતની સામાન્ય બોલાચાલી વધુ ઉગ્ર બની

Dang : આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈએ મોટા ભાઈની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 04:48 PM IST
Dang : ભાઈએ જ ભાઈની કરી હત્યા કરી, કામધંધા બાબતની સામાન્ય બોલાચાલી વધુ ઉગ્ર બનીDang : ભાઈએ જ ભાઈની કરી હત્યા કરી, કામધંધા બાબતની સામાન્ય બોલાચાલી વધુ ઉગ્ર બની

Dang

Dang : આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈએ મોટા ભાઈની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના આહવા પોલીસ સ્ટેશનના ભવાનદગડ વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે.

સલાહને ગજેન્દ્રએ ઠપકો સમજી લેતાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી

મળતી માહિતી મુજબ, આરોપી 26 વર્ષીય રણજીત પવાર મજૂરી કામ કરતો હતો, જ્યારે તેનો 28 વર્ષીય મોટો ભાઈ ગજેન્દ્ર પવાર બેરોજગાર હતો. મંગળવારે સાંજે રણજીત મજૂરી કામ પરથી ઘરે પરત આવ્યો હતો. ત્યારબાદ બંને ભાઈઓ સાથે જમવા બેઠા હતા. જમતી વખતે રણજીતે પોતાના મોટા ભાઈ ગજેન્દ્રને કોઈ કામધંધો કરવાની સલાહ આપી હતી. જોકે, નાના ભાઈની આ સલાહને ગજેન્દ્રએ ઠપકો સમજી લેતાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી બોલાચાલી ધીમે ધીમે ઉગ્ર બનતી ગઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા રણજીતે નજીકમાં પડેલી કુહાડી હાથમાં લઈ પોતાના મોટા ભાઈ ગજેન્દ્ર પર હુમલો કર્યો હતો.

પોલીસની ટીમ તાત્કાલિક ભવાનદગડ વિસ્તારમાં પહોંચી

આરોપીએ કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી ગજેન્દ્ર પર ઉપરાછાપરી આશરે પાંચ જેટલા ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓના કારણે ગજેન્દ્ર પવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આહવા પોલીસની ટીમ તાત્કાલિક ભવાનદગડ વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ પોલીસે આરોપી રણજીત પવારને હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સાથે ઝડપી લીધો હતો. આહવા પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બોલાચાલીમાંથી સર્જાયેલી આ હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો : Jamnagar News : જામનગરમાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર ઝડપાઈ, 3 હજાર કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.