Gujarat Ragging Case: રેગિંગ બિલકુલ ચલાવી લેવાય નહીં, વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અમાનવીય કૃત્ય: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા


રેગિંગ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનું કડક વલણ
Gujarat Ragging Case: રેગિંગ બિલકુલ ચલાવી લેવાય નહીં, વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અમાનવીય કૃત્ય: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા


રેગિંગ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનું કડક વલણ
Gujarat Ragging Case: રાજ્યની મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અમાનવીય કૃત્ય છે અને રેગિંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના 5 વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટની PDU મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
View post on Instagram
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાપી જિલ્લાના 72 કલાકના પ્રવાસ દરમિયાન વ્યારા ખાતેથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતને સર્વોપરી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રેગિંગ સામે કડક કાર્યવાહી કરીને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ દાખલો બેસાડવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા
વડોદરાની GMERS મેડિકલ કોલેજ, ગોત્રીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે માનસિક હેરાનગતિની ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તેમની સૂચનાથી માત્ર 12 કલાકમાં એન્ટી રેગિંગ કમિટીનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. 28 નવેમ્બર, 2026ના રોજ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની લેખિત તથા મૌખિક રજૂઆતો સાંભળવામાં આવી હતી. તમામ પાસાઓની તપાસ કર્યા બાદ કમિટીએ ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે કોલેજના ડીન દ્વારા સત્તાવાર આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
14 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
બીજી તરફ, રાજકોટની PDU મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગ કમિટીના અહેવાલ બાદ કુલ 14 વિદ્યાર્થીઓને એક અઠવાડિયાથી લઈને એકથી બે મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, રાજ્ય સરકારે રેગિંગ સામે કડક કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Mehsana News: મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરાશે, 6થી 18 વર્ષના બાળકોની થશે ઓળખ




