
Gujarat Ragging Case: ગુજરાતમાં રેગિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગોત્રી મેડિકલ કોલેજના 5 અને રાજકોટની PDU મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ થયા.

Surat: ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસ બાદ સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં રેગિંગને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે કોલેજમાં કોઈ વિદ્યાર્થીનું રેગિંગ થશે તો માત્ર એન્ટી રેગિંગ સ્ક્વોડ જ નહીં, પરંતુ સંબંધિત વિભાગના HODની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. નવા વિદ્યાર્થીઓને શરૂઆતથી જ રેગિંગ વિરોધી નિયમો અંગે માહિતી આપવાની રહેશે.

ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નિર્દેશ બાદ મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલેલી એન્ટી-રેગિંગ કમિટીની બેઠકમાં દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.