Gujarat Corporate Badminton Rann 2026 : પુરૂષોમાં ઓફિસર્સ ક્લબ-1 અને મહિલાઓમાં ગુજરાત સચિવાલય ગાંધીનગર ચેમ્પિયન


Gujarat Corporate Badminton Rann 2026 :
Gujarat Corporate Badminton Rann 2026 : પુરૂષોમાં ઓફિસર્સ ક્લબ-1 અને મહિલાઓમાં ગુજરાત સચિવાલય ગાંધીનગર ચેમ્પિયન


Gujarat Corporate Badminton Rann 2026 :
Gujarat Corporate Badminton Rann 2026 : ઓફિસર્સ ક્લબના યજમાનપદે અને ફોકિઆ (FOKIA)ના સહયોગથી ભુજ ખાતે યોજાયેલા બે દિવસીય ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ 2026 ટુર્નામેન્ટનું શાનદાર આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 15 પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થાઓની કુલ 33 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 24 પુરૂષ અને 9 મહિલા ટીમોના લગભગ 190 ખેલાડિયોએ ભાગ લીધો હતો.
પુરૂષ વિભાગમાં ઓફિસર્સ ક્લબ-1 વિજેતા રહી
ફોકિઆના સીનિયર એક્સિક્યુટિવ શિવાની ભગતે જણાવ્યું હતું કે કચ્છ અને ગુજરાત ના કોર્પોરેટ વર્કફોર્સ માં રમત-ગમત દ્વારા ફિટનેસ જાળવવા પ્રત્યે જાગૃતિ આવે તથા જીતવાની ભાવના ને પ્રોત્સાહન મળે અને એક્સિક્યુટિવસ વચ્ચે સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગ અને ખેલ ભાવના મજબૂત થાય એવા હેતુ થી ફોકિઆ દ્વારા આ ટુર્નામેંટ ની સાતમી એડિશન ને સહયોગ આપવા માં આવ્યો હતો. પુરૂષ વિભાગમાં ઓફિસર્સ ક્લબ-1 વિજેતા રહી હતી. જયારે રનર્સ અપ GUVNL વડોદરા રહી હતી. મહિલા વિભાગમાં ગુજરાત સચિવાલય ગાંધીનગર વિજેતા અને રનર્સ અપ GSECL બરોડા ટીમ થઇ હતી.
દિગ્ગજ ટીમો વચ્ચે રોમાંચક જંગ ખેલાયો
આ ટુર્નામેન્ટ અદાણી ગ્રુપ દ્વારા પાવર્ડ, જ્યારે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા અને વેલસ્પન ગ્રુપ દ્વારા દ્વારા કો-પાવર્ડ હતી. એસોસિએટ સ્પોન્સર તરીકે આશાપુરા ગ્રુપ અને એગ્રોસેલ જોડાયા હતા. આ સ્પર્ધા બે સ્થળે, ઓફિસર્સ ક્લબ, જુના ઉમેદ નગર, ભુજ અને સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માધાપર ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેંટ માં ONGC(અમદાવાદ અને અંકલેશ્વર) , KRIBHCO(સુરત), GNFC (ભરૂચ), સન ફાર્મા(બરોડા), ગુજરાત સચિવાલય(ગાંધીનગર), GUVNL(બરોડા), GETCO(બરોડા), GSECL(બરોડા), PGVCL(ભુજ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ), અદાણી(મુંદ્રા), દીનદયાલ પોર્ટ ઓથોરિટી(કંડલા), DP વર્લ્ડ(મુંદ્રા), એગ્રોસેલ(ભુજ), આશાપુરા ગ્રુપ(ભુજ), વેલસ્પન(અંજાર) અને DGVCL(સુરત) જેવી દિગ્ગજ ટીમો વચ્ચે રોમાંચક જંગ ખેલાયો હતો.
અનેક અગ્રણીઓ રહ્યા હાજર
ઉદ્ઘાટન સમારોહમાં ફેમિલી કોર્ટ ભુજના પ્રિન્સિપાલ જજ જે.એ. ઠક્કર, અદાણીના એસોસિએટ જનરલ મેનેજર જૈનિલ પુરોહિત, આશાપુરા પર્ફોકલેના એચઆર હેડ ડી.એસ. ત્રિપાઠી, ડીપીએના ટ્રાફિક ઈન્સ્પેક્ટર રાજેશ સિંહ, કચ્છ ક્રોપ સર્વિસીસ પ્રા. લી. ના પરિણીતા ગોહિલ, એકોર્ડ હોસ્પીટલના ડાયરેક્ટર ડૉ. જ્ઞાનેશ્વર રાવ, DP વર્લ્ડના સિનિયર મેનેજર એચઆર શિવભદ્રસિંહ જાડેજા, વેલસ્પનના AGM મેહુલ મીઠાવાલા, ઓફિસર્સ ક્લબના ભરત હાથી, બી.ડી. પ્રજાપતિ, ડૉ. દીપક સુથાર, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટમાં રેફરી તરીકે તેહમસ સુરતીએ સેવા આપી
સમાપન સમારોહમાં ઓફિસર્સ ક્લબના અરુણ જૈન, ડો. નવુભા સોઢા, ONGCના આર.કે. મિશ્રા અને GUVNLના ઉજિત શુક્લા સહિતનાઓએ વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી. સમાપન સમારોહમાં ઓએનજીસીના ખેલાડી પ્રદીપ પોલ આ વર્ષે નિવૃત્ત થતા હોવાથી, મંચસ્થ મહેમાનો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવેલું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત બેડમિન્ટન અસોશિએશન અને કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોશિએશનના નેજા હેઠળ યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં રેફરી તરીકે તેહમસ સુરતીએ સેવાઓ આપી હતી.
આ ટુર્નામેન્ટના આયોજનમાં કચ્છના રમત ગમતના વડા જ્યોતિબેન ઠાકુરે સહયોગ આપ્યો હતો. વધુમાં ઓફિસર્સ ક્લબના મહિપાલસિંહ ઝાલા, ઈરફાન સુમરા, નિશાંત પોમલ, સતીશ દાવડા, મેહુલ પટેલ, અજીત યાદવ, વિનય દવે, ચેતનભાઈનો પણ આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહ ડોક્ટર શ્રુતિ ગળાએ સંભાળ્યું હતું. ફોકિઆ વતી ઓમ સોની અને ભરત બારોટે સહયોગ આપ્યો હતો.





