Gandhinagar: માણસામાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશ સંતૃપ્તિ કેમ્પનું આયોજન

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશ સંતૃપ્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
લાભાર્થીઓને વિવિધ બેન્કિંગ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુંલાભાર્થીઓને વિવિધ બેન્કિંગ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

લાભાર્થીઓને વિવિધ બેન્કિંગ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશ સંતૃપ્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો લાભ પહોંચાડવાનો તેમજ નાણાકીય સમાવેશ અંગે જાગૃતિ લાવવાનો હતો.

View post on Instagram

વિવિધ બેન્કિંગ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

કેમ્પ દરમિયાન માણસા પંથકના નાગરિકો અને લાભાર્થીઓને વિવિધ બેન્કિંગ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સરકારની વિવિધ નાણાકીય યોજનાઓ, બેન્કિંગ સુવિધાઓ અને ઉપલબ્ધ સેવાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ગાંધીનગરના રિજનલ હેડ સંજીવ કુમાર, ઝોનલ હેડ વિશાલ શર્મા, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના મહાપ્રબંધક સુશીલ કુમાર રૈના તેમજ મુખ્ય પ્રબંધક કબીર ભટ્ટાચાર્ય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ નાણાકીય સેવાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો અંગે માહિતી આપી હતી.

જાગૃતિ લાવવાની વિશેષ પહેલ હાથ ધરવામાં આવી

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગની સૂચના અનુસાર ગુજરાતની 14,000 ગ્રામ પંચાયતોમાં વિવિધ બેન્કો દ્વારા નાણાકીય સમાવેશ અંગે જાગૃતિ લાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને બેન્કિંગ સેવાઓ સાથે જોડવા અને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ કેમ્પનો ઉદ્દેશ્ય માત્ર બેન્કિંગ સેવાઓની માહિતી આપવાનો જ નહીં, પરંતુ નાણાકીય રીતે વંચિત અને પાત્ર લાભાર્થીઓને ઔપચારિક બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવાનો પણ છે. કાર્યક્રમના અંતે નાગરિકો અને લાભાર્થીઓને કેમ્પમાં હાજરી આપી વિવિધ નાણાકીય સેવાઓનો લાભ લેવા તેમજ સરકારની આ પહેલને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Chhota Udaipur News: છોટાઉદેપુરમાં 72 કલાક રોકાણ કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિવાસી પરિવારો સાથે કરશે ભોજન