Sunday on Cycle : સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણમાં ગાંધીનગરથી ફિટનેસનો સંદેશ, મંત્રીઓએ કરી સાયકલ સવારી


Sunday on Cycle ગાંધીનગરમાં સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ
Sunday on Cycle : સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણમાં ગાંધીનગરથી ફિટનેસનો સંદેશ, મંત્રીઓએ કરી સાયકલ સવારી


Sunday on Cycle ગાંધીનગરમાં સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ
Sunday on Cycle : ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત અને શ્રમ-રોજગાર મંત્રી મનસુખ માંડવીયા તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયકલિંગ અભિયાનને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં બંને મંત્રીઓએ સાયકલ સવારો સાથે સાયકલ ચલાવી નાગરિકોને ફિટનેસ પ્રત્યે જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો. સંવિધાન દિવસના ઉપલક્ષ્યમાં દેશભરમાં 26 હજાર સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ દ્વારા સંવિધાન દિવસને સાયકલિંગ સાથે જોડીને દેશના નાગરિકોમાં સ્વાસ્થ્ય, ફિટનેસ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.
દાંડી કુટિરથી સાયકલિંગ અભિયાનનો પ્રારંભ
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, સન્ડે ઓન સાયકલ પહેલ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને દેશના યુવાનોને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપી રહી છે. યુવાનો માત્ર કરિયર કોન્શિયસ જ નહીં, પરંતુ ફિટનેસ કોન્શિયસ અને નેશન કોન્શિયસ પણ બને તે જરૂરી છે. તેમણે સાયકલિંગના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, સાયકલિંગને લોકોએ ફેશનની સાથે પેશન પણ બનાવવું જોઈએ.
સાયકલિંગ સંપૂર્ણ કસરત છે, જે વ્યક્તિને સ્વસ્થ રાખવા ઉપરાંત પ્રદૂષણ ઘટાડવામાં અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલમાં પણ મદદરૂપ બની શકે છે. તેમણે 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશના નાગરિકો સ્વસ્થ રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
ગાંધીનગરમાં ફિટનેસ માટે જનજાગૃતિ
આગામી 29 નવેમ્બરના રોજ સન્ડે ઓન સાયકલની 100મી એડિશન યોજાવાની છે. આ અંગે તેમણે જણાવ્યું કે, નાના પ્રયાસો સતત ચાલુ રહે તો તે મોટી સફળતામાં પરિવર્તિત થઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 99 સંસ્કરણ સુધી અભિયાનને સતત આગળ ધપાવવા બદલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સાતત્ય એ પોતે જ એક મહત્વપૂર્ણ આદત છે.
આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કાર્યક્રમમાં પંજાબ સરકારના શ્રમ મંત્રી તરુણપ્રીત સિંહ સોંદ, ભારત સરકારના શ્રમ સચિવ ચંદ્રભૂષણ કુમાર, ફિટ ઈન્ડિયા એમ્બેસેડર, રમતવીરો અને મોટી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાયકલિંગ અને ફિટનેસને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.
View post on Instagram




