7 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા જ્યોત યાત્રા’, PM મોદીના 25 વર્ષના જાહેર જીવન નિમિત્તે કાર્યક્રમો



Seva Jyot Yatra Gujarat
7 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા જ્યોત યાત્રા’, PM મોદીના 25 વર્ષના જાહેર જીવન નિમિત્તે કાર્યક્રમો



Seva Jyot Yatra Gujarat
Seva Jyot Yatra Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સહિત દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, 7 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા જ્યોત યાત્રા’ યોજાશે.
સવારે 10 વાગ્યે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’
7 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પ સાથે જોડાવા માટે આહ્વાન કરશે. ગુજરાતના દરેક જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે વાવ-થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વિવિધ સ્થળોએ પ્રભારી મંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો જોડાશે.
સભા બાદ ‘સેવા જ્યોત યાત્રા’ને પ્રસ્થાન
‘વિકસિત ભારત સંકલ્પ સભા’ પૂર્ણ થયા બાદ ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગરમાં ‘સેવા જ્યોત યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવશે. યાત્રાના પ્રસ્થાન સ્થળે વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક આગેવાનો દ્વારા ‘સેવા જ્યોતિ’ પ્રજ્વલિત કરીને યાત્રાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવશે.
વડનગર અને વારાણસીમાં ‘સેવા સંકલ્પ યાત્રા’નું સમાપન
17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ યાત્રા’નું 7 ઓક્ટોબરે વડનગર અને વારાણસી ખાતે એકસાથે સમાપન થશે. વડનગરમાં ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક સાથે યાત્રાના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
વૃક્ષારોપણથી ગૌસેવા સુધીના કાર્યક્રમો
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યુવાનો દ્વારા વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે. જેમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, ગૌસેવા અને વૃદ્ધાશ્રમોમાં સેવા સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો દ્વારા સેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પ સાથે લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




