Raksha Bandhan 2026 : ભાઈઓના રક્ષા કાજે બનતી રાખડીઓ શેરથાની બહેનોને પૂરી પાડે છે આર્થિક સુરક્ષાચક્ર



Raksha Bandhan 2026
Raksha Bandhan 2026 : ભાઈઓના રક્ષા કાજે બનતી રાખડીઓ શેરથાની બહેનોને પૂરી પાડે છે આર્થિક સુરક્ષાચક્ર



Raksha Bandhan 2026
Raksha Bandhan 2026 : અહીંના બહેનોએ જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળના નેજા હેઠળ આકર્ષક રાખડીઓ બનાવી આર્થિક સ્વાવલંબનની દિશામાં પગરણ માંડ્યા છે. ગામના ચબુતરાવાળા વાસની શેરીમાં ઊનની દોરીમાં રંગબેરંગી મોતી પરોવતો એક ચહેરો કમળાબેન વાઘેલા. કમળાબહેન 66 વર્ષની વય વટાવી ચૂક્યા છે.
છતાં તેમના પરિશ્રમ થકી પરિવારને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સ્મિત સાથે તેઓ કહે છે : “રાખડી બનાવવી મને ગમે છે. આ કામમાં મને આનંદ આવે છે.”
શેરથાની બહેનો બની આર્થિક રીતે સશક્ત
કમળાબહેનની જેમ જ ગામના અન્ય બહેનો પણ વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ થકી પરિવારને આર્થિક સહયોગ આપે છે. વર્ષ 2018 થી ગજાનન મિશન મંગલમ સખી મંડળ સાથે જોડાયેલા પ્રજ્ઞાબહેન કહે છે અમે રાખડી ઉપરાંત ગણેશ-ઉત્સવ માટે ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ તેમ જ ઘર-સુશોભનની ચીજવસ્તુઓ પણ તૈયાર કરીએ છીએ.
આ ઉત્પાદક પ્રવૃત્તિઓના પરિણામે મંડળની બહેનો ઘરના કામકાજ બાદ ફ્રી ટાઈમમાં અઢી થી ત્રણ હજાર રૂપિયાની કમાણી કરે છે. આ કમાણી બાળકોના ભણતરમાં ઉપયોગી થાય છે. મંડળના અન્ય સભ્યો હેતલબહેન અને નૈનાબહેન એક સૂરે કહે છે : “આ પ્રવૃત્તિ બહેનોને ઘરે બેઠાં આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે.”
રાખડીના દોરાથી આત્મનિર્ભરતાનું બંધન
જીવનના છ દાયકાના તડકા- છાયાં જોઈ ચૂકેલા કમળાબહેન તેમની આ ખુમારીના કારણે તેમના પુત્રવધૂ રંજનબહેન વાઘેલા માટે રોલમોડલ છે. રંજનબહેન કહે છે , “બા ના સાથ-સહકારથી જ હું મિશન મંગલમ હેઠળ સરકારી સહાય-તાલીમ પ્રાપ્ત કરી શકી છું અને આજે જય ગજાનંદ મિશન મંગલમ કેન્ટીન સફળતાપૂર્વક ચલાવું છે. દર મહિને રૂ.20,000 રકમની આવક થાય છે. જે મારી દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે ખપમાં આવે છે.”
ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની (GLPC) કમળાબહેન અને રંજનબહેન જેવા લાખો બહેનોને 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' હેઠળ તાલીમ અને આર્થિક સહાય પૂરી પાડે છે. જે આ બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનું સપનું સાકાર કરવામાં ઉપયોગી નીવડે છે. ગજાનંદ મિશન મંગલમ સખી મંડળના આ બહેનો વક્તિગત રીતે રૂ.2500 થી 3000 આવક મેળવે છે. તેમની વાર્ષિક આવક આશરે રૂ.36,000 જેટલી થાય છે. શેરથાના આ બહેનોની આત્મનિર્ભરતાની આ કહાની દર્શાવે છે કે આ બહેનો માત્ર ઊનના દોરાથી રાખડી જ નથી ગૂંથતા, પરંતુ તેમના પરિવારની આર્થિક સુરક્ષાના તાંતણાને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
શેરથાની સખીઓની આર્થિક આત્મનિર્ભરતાની અનોખી કહાની
•રાખડી બનાવવી મને ગમે છે. આ કામમાં મને આનંદ આવે છે. : શ્રી કમળાબહેન વાઘેલા , સભ્ય, જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળ,શેરથા, જિ-ગાંધીનગર
•“બા ના સાથ-સહકારથી જ હું મિશન મંગલમ હેઠળ સરકારી સહાય-તાલીમ પ્રાપ્ત કરી શકું છું અને આજે જય ગજાનંદ મિશન મંગલમ કેન્ટીન સફળતાપૂર્વક ચલાવું છે. દર મહિને રૂ. ૨૦,૦૦૦ રકમની આવક થાય છે. જે મારી દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે ખપમાં આવે છે.” : રંજનબહેન વાઘેલા, સભ્ય, જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળ, શેરથા, જિ-ગાંધીનગર
•આ પ્રવૃત્તિ બહેનોને ઘરે બેઠાં આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. : શ્રી હેતલબહેન, સભ્ય, જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળ, શેરથા, જિ-ગાંધીનગર
•ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની (GLPC) લાખો બહેનોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ તાલીમ- આર્થિક સહાય પૂરી પાડી બહેનોનું આર્થિક-આત્મનિર્ભરતાનું સપનું સાકાર કરે છે.
આ પણ વાંચો : DRDO નો 22 હજાર ફૂટની ઊંચાઈએ ધમાકો, સ્વદેશી મિલિટરી પેરાશૂટનું સફળ પરીક્ષણ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



