
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ સ્વાવલંબી બહેનોની ઉત્સાહભેર મુલાકાત લઈને વિધાનસભા પરિસરમાં તેમની સાથે સ્મૃતિચિત્ર પડાવી મહિલા સશક્તીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના નર્મદા હૉલ ખાતે એક પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બહેનો સાથે સીધો વાર્તાલાપ કરીને તેમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષને બિરદાવ્યો હતો.

Raksha Bandhan 2026 : ગાંધીનગરથી 20 કિલોમીટરની અંતરે આવેલું છે શેરથા ગામ. આ ગામ તેના મરચાંના સ્વાદ માટે વિખ્યાત છે પણ આ ગામના બહેનો ગામની બીજી ઓળખ પણ ઉભી કરી.