Get News Alerts

Never miss breaking news updates.

DRDO નો 22 હજાર ફૂટની ઊંચાઈએ ધમાકો, સ્વદેશી મિલિટરી પેરાશૂટનું સફળ પરીક્ષણ

DRDO : ભારતે હાઈ-એલ્ટિટ્યુડ મિલિટરી ઓપરેશન માટેની પેરાશૂટ ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Aug 2026 09:50 AM IST
DRDO નો 22 હજાર ફૂટની ઊંચાઈએ ધમાકો, સ્વદેશી મિલિટરી પેરાશૂટનું સફળ પરીક્ષણDRDO નો 22 હજાર ફૂટની ઊંચાઈએ ધમાકો, સ્વદેશી મિલિટરી પેરાશૂટનું સફળ પરીક્ષણ

DRDO

DRDO : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDOની એરોસ્ટ્રક્ચર્સ એન્ડ એર ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા સ્વદેશી Military Combat Parachute System એટલે કે MCPSનું અત્યંત ઊંચાઈ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વિદેશી ટેક્નોલોજી પર નિર્ભરતા ઘટશે

આ ટ્રાયલ ન્યોમા-મુધ ડ્રોપ ઝોન ખાતે કરવામાં આવ્યું હતું, જે વિશ્વના સૌથી ઊંચા ડ્રોપ ઝોનમાં સામેલ છે. પરીક્ષણ દરમિયાન ADRDEના ટેસ્ટ જમ્પર્સે સમુદ્ર સપાટીથી આશરે 22,000 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. તે સમયે તાપમાન લગભગ માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસ હતું, એટલે કે અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં આ પરીક્ષણ હાથ ધરાયું હતું.

ટેસ્ટ દરમિયાન વિંગ કમાન્ડર રાહુલ ઝા, ચીફ ટેસ્ટ જમ્પર, MWO આર.જે. સિંહ અને MWO વિવેક તિવારી સહિતના ટેસ્ટ જમ્પર્સે 22,000 ફૂટ AMSL પરથી જમ્પ કર્યો હતો. આ દરમિયાન સ્વદેશી MCPS ઉપરાંત ઈન્ડિજિનસ પેરા કમ્પ્યુટર, ઓક્સિજન સિસ્ટમ અને ખાસ જમ્પસૂટ જેવા અન્ય સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

DRDOની આત્મનિર્ભર ભારત તરફ મોટી છલાંગ

પરીક્ષણ દરમિયાન આશરે 20,000 ફૂટની ઊંચાઈએ પેરાશૂટ સફળતાપૂર્વક ડિપ્લોય થયું હતું. ત્યારબાદ ટેસ્ટ જમ્પર્સે લગભગ 13,700 ફૂટની ઊંચાઈએ સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. અત્યંત ઊંચાઈ અને નીચા તાપમાન જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં સફળ ટ્રાયલથી MCPSની વિશ્વસનીયતા અને અસરકારકતાની ચકાસણી થઈ છે.

MCPSને ADRDE અને બેંગલુરુ સ્થિત Defence Bioengineering and Electromedical Laboratory એટલે કે DEBEL દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. સિસ્ટમમાં પેરાટ્રૂપર્સને વધુ સારી રીતે દિશા નિયંત્રિત કરવા અને નિયંત્રિત ગતિએ નીચે ઉતરવામાં મદદરૂપ ટૅક્ટિકલ ક્ષમતાઓ સામેલ છે.

NavIC સાથે કામ કરતું સ્વદેશી પેરાશૂટ

આ સિસ્ટમ સાથે NavIC એટલે કે Navigation with Indian Constellationનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના કારણે વિદેશી નેવિગેશન સિસ્ટમ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. હાઈ-એલ્ટિટ્યુડ વિસ્તારોમાં સૈનિકોની એરબોર્ન તૈનાતી અને વિશેષ ઓપરેશન માટે આ ટેક્નોલોજી મહત્વપૂર્ણ બની શકે છે.

સ્વદેશી વિકાસથી જાળવણી અને રિપેર માટે વિદેશી સાધનો પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ મળશે. DRDOનું આ સફળ પરીક્ષણ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Surat : કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, આંતરવસ્ત્રમાંથી મળી સ્યુસાઈડ નોટ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.