Gujarat BJP ના નવા પ્રભારી તરુણ ચૂગની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે મોટી બેઠક, સેવા સંકલ્પ અભિયાનને લઈ કરાઈ ચર્ચા


Gujarat BJP
Gujarat BJP ના નવા પ્રભારી તરુણ ચૂગની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે મોટી બેઠક, સેવા સંકલ્પ અભિયાનને લઈ કરાઈ ચર્ચા


Gujarat BJP
Gujarat BJP : ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાનારી આ પરિચય બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતાઓથી લઈને રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સુધીના નેતાઓ ઉપસ્થિત રહેશે.
તરુણ ચૂગની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને પણ બેઠકમાં જોડાવાનું છે.
સેવા સંકલ્પ અભિયાનના કાર્યક્રમોને લઈ ચર્ચા કરાઈ
બેઠકમાં જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો તેમજ વિવિધ સંગઠનાત્મક જવાબદારી સંભાળતા પ્રભારીઓ પણ હાજર રહેશે. ગુજરાત ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમોની તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનારા સેવા સંકલ્પ અભિયાનના કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સેવા કાર્યો અને સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે નેતાઓ પાસેથી માહિતી લેવામાં આવી શકે છે.
સંગઠનાત્મક કામગીરીની દિશા નક્કી કરવામાં મહત્વની બની શકે છે
તરુણ ચૂગના ગુજરાત પ્રવાસને ભાજપના સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ પાર્ટીના નેતાઓ સાથે વિવિધ બેઠકો યોજીને રાજ્યમાં સંગઠનની સ્થિતિ, આગામી કાર્યક્રમો અને પાર્ટીની કામગીરી અંગે ચર્ચા કરશે. ગાંધીનગરમાં યોજાનારી આ બેઠકમાં પ્રદેશ સંગઠન સાથે સરકાર અને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલન વધારવા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
નવા પ્રભારી તરીકે તરુણ ચૂગ ગુજરાત ભાજપની સંગઠનાત્મક કામગીરીને નજીકથી સમજવા માટે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. આ બેઠક બાદ આગામી દિવસોમાં ભાજપ દ્વારા સંગઠન અને સેવા સંકલ્પ અભિયાનને લઈને કાર્યક્રમોની રૂપરેખા વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. ત્યારે તરુણ ચૂગની અધ્યક્ષતામાં યોજાનારી આજની બેઠક ગુજરાત ભાજપ માટે આગામી રાજકીય અને સંગઠનાત્મક કામગીરીની દિશા નક્કી કરવામાં મહત્વની બની શકે છે.
આ પણ વાંચો : Surat : શેરચેટ રીલ્સના નામે રૂ.26.12 લાખની છેતરપિંડી, સેલવાસથી આરોપી ઝડપાયો




